Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જેતપુરમાં કોરોનાનો વધતો જતો કહેર એસ.ટી. વિભાગમાં ૧૦ દિવસમાં ૧૮ કર્મચારી પોઝીટીવ

સ્મશાનમાં અગ્નિદાહ માટે લાઇન લાગી હોસ્પિટલો દર્દીથી ઉભરાય છે

જેતપુર, તા. ૧૪ : શહેરમાં કોરોનાનો કહેર વધતો જાય છે. દિવસે ને દિવસે દર્દીઓમાં નોંધપાત્ર વધારો થાય છે. એક જ પરિવારના પાંચ-પાંચ સભ્યો પોઝીટીવ નોંધાયા એસ.ટી. વિભાગને પણ કોરોના એ ભરડામાં લીધો ૧૦ દિવસમાં જેતપુર એસ.ટી. ડેપો મેનેજર સહિત ૧૮ કર્મચારીઓને સંક્રમિત થયા છે. શહેરમાં દરરોજ કોરોના ટેસ્ટ માટે લોકોની લાઇનો લાગે છે. કોરોનાના દર્દીઓની સારવાર કરતી શહેરની હોસ્પિટલોમાં દર્દી માટે જગયા રહી નથી.

કોરોના તેમજ અન્ય બીમારી સબબ મોતનો આંકડો વધતા ગઇકાલે સ્મશાનમાં અગ્નિદાહ માટે લાઇન લાગી હતી એક સાથે ૩ મૃતદેહો લાઇનમાંૈ હતી. તેવું જાણવા મળેલ શહેરમાં કોરોનાએ માજા મુકી હોય છતાં ઘણા લોકો ગણકારતા ન હોય ન તો માસ્ક પહેરે છે અને નથી તો સોશ્યલ ડીસ્ટન્સનું ધ્યાન રાખે છે. લોકોમાં સંક્રમણ ન ફેલાય અને કોરોનાની ચેઇન તૂટે તે માટે શહેરમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા તમામ વેપારી સંગઠનોને સાથે રાખી સર્વાનુમતે સ્વૈચ્છીક સાંજે ૮ થી ૬ બંધ પાળવા નકકી કરેલ છતાં ઘણા વેપારીઓ તેને અનુસરતા નથી તો અમુક વેપારીઓ એવું કહે છે કે અમારૂ કોઇ સંગઠન નથી અને અમોને જાણ પણ કરાઇ નથી. ઉનાળો હોય રાત્રીના લોકો પણ ફરવા તેમજ ઠંડુ પીવા અને પાન ફાકી ખાવા નીકળે છે તેથી દુકાનદારો પણ ખુલ્લી રાખે છે એવું પણ ચર્ચાય રર૪ છે કે વેપારીઓની દુકાનો ખુલ્લી રાખવાથી માત્ર કોરોના ફેલાય છે. ઉદ્યોગો શા માટે ચાલુ રખાય છે ત્યાં શું માણસો કામ નથી કરતા ત્યાં શું નહીં ફેલાઇ ?

(12:43 pm IST)