Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જામકંડોરણાના ખાટલી ગામની વાડીના શેઢા પાસે તીનપત્તીનો જુગાર રમતા ૬ ઝડપાયા

રાજકોટ તા.૧૪ : જામકંડોરણાના ખાટલી ગામ પાસે વાડીના શેઢા પાસે તીનપત્તીનો જુગાર રમતા ૬ શખ્સોને જામકંડોરણા પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ખાટલી ગામ પાસે વાડીના શેઢા પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે જામકંડોરણા પોલીસ મથકના પી.એસ.આઇ. જે.યુ.ગોહીલ તથા હેડ કોન્સ એસ. બી. બોરીચા તથા કોન્સ ભગીરથસિંહ જાડેજા સહિતે દરોડો પાડી વાડીના શેઢા પાસે જુગાર રમતા ખાટલી ગામના જીમભા મહોબતસિંહ જાડેજા, પ્રવીણ ઉર્ફે ભોલી મંગાભાઇ સોંદરવા, ચિત્રાવડ પાટીના મહાવીરસિંહ મંગળસિંહ ચુડાસમાં જેન્તી બાવનજીભાઇ ઠકરાણી, ખાટલીના રાજુભા બનેસિંગ જાડેજા, અનીરૂદ્ધસિંહ દિપસિંહ જાડેજાને પકડી લઇ રૂ.૧૦ર૬૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(11:38 am IST)