Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

બાબરા સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફીસર ડો.સાકીર વ્હોરાની વેરાવળ બદલી થતાં લોકોમાં રોષઃ ગામ બંધ ઉપવાસ આંદોલનની ચિમકી

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા.૧૪: બાબરા સહકારી હોસ્પિટલ માં છેલ્લા દશ વર્ષથી સારી ફરજ બજાવતા અને તાલુકા ની જનતા માટે અડધી રાતે ના હોંકારો સમાન ડોકટર.સાકીર વોરા ની ડેપ્યુટેશન નામે વેરાવળ ખાતે બદલી કરી દેવામાં આવી છે હાલની પરિસ્થિતિ ને લઇ સારા ડોકટરની બદલી થતા બાબરા શહેરમાં સહકારી તંત્ર સામે આક્રોશ વ્યકત થયો છે હાલ કોરોના ની મહામારી ચરમ સીમા એ છે ત્યારે હોસ્પિટલ માં અનેક પ્રકારના દર્દીઓ થી છલકાય છે દવાખાનામાં સો કરતાં વધારે દર્દીઓ ની વચ્ચે પણ દર્દીઓને સારી એવી સારવાર આપતા અડધી રાતે પણ હોસ્પિટલમાં ગમે તેવા કેસો આવે ડોકટર સાહેબ પોતાનું કર્તવ્ય ભૂલતા નહીં અડધી રાતે ઉઠીને સામાન્ય શરદી હોય તોપણ તેઓને સારવાર આપતા રજાના સમયે પણ દર્દીઓ વોરાની ઘરે જઇને દવા લઈ આવતા હાલ બાબરા સીવીલ હોસ્પિટલમાં દર્દીઓથી છલકાયું છે અહીંનો નવીનતમ મુકાયેલા ડોકટર સારવારમાં ટુંકા પડી રહીયા છે છેલ્લા ધણા સમયથી બાબરામાં સેવા બજાવતા ડો. વોરાની સારવારથી લોકોને રાહત મળે છે અન્યથા પ્રાઇવેટ હોસ્પિટલમાં મોંઘી દવાઓ લેવી પડે છે.

બાબરાના નગરસેવક જગુભાઈ ખાદા શંભુભાઈ પાંચાણી આસીફભાઇ વાળા એ જણાવ્યું કે જો બાબરા સહકારી હોસ્પિટલ ના ડો વોરા ની ફરીથી બાબરા સહકારી હોસ્પિટલ નિમણૂક નહીં કરવામાં આવે તો દીન છ માં બાબરા શહેર વેપાર ધંધા રોજગાર બંધ રાખી ને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે આ બદલીના વિરોધમાં બાબરા વેપારી મહામંડળ ડાયાભાઇ શેલીયા શંભુભાઈ પાંચાણી દ્વારા જાહેર ટેકો આપ્યો છે.

જો સહકારી હોસ્પિટલના ડો.વોરાનુ ડેપ્યુટેશન બંધ નથી રહેતો વેપારી મહામંડળ આંદોલનમાં જોડાશે તેમજ ગૌરક્ષક અને સામાજિક કાર્યકર્તા તેજસભાઇ તન્ના ગજેન્દ્ર ભાઇ શેખવા તે એડવોકેટ રૂષીભાઇ રૂપારેલિયા દીપક કનૈયા સહિત આગેવાનો દ્વારા બાબરા મામલતદાર શ્રી ના મારફત આવેદનપત્ર આપી રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીને આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને આરોગ્ય સચીવ જયંતી રવી તથા અમરેલી કલેકટરને રજૂઆત કરવામા આવી હતી.

(11:34 am IST)