Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ઉનામાં રર બેડની કોવીડ કેર હોસ્પિટલનું લોકાર્પણ કરતા પ્રાંત અધિકારી

ઓકસીજન-વેન્ટીલેટર-એસી રૂમ સહિત સુવિધા

ઉના તા. ૧૪ :.. અહીં રર બેડની કોવીડ કેર હોસ્પીટલનું લોકાપર્ણ પ્રાંત નઅધિકારીએ કરેલ છે.

ઉના - ગીરગઢડા તાલુકા વિસ્તારમાં કોરોનાના સંક્રમણના કેસોનો વધારો થાય છે. અત્યાર સુધી દર્દીઓને વેરાવળ લઇ જવા પડતા હતા તેથી ધારાસભ્ય પુંજાભાઇ વંશની રજુઆતથી જીલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશે ઉનામાં કોવીડ હોસ્પીટલ શરૂ કરવા અગ્રતા ક્રમ આપતા ઉનાની મહેતા સાર્વજનીક હોસ્પીટલમાં રર બેડની કોવીડ કેર હોસ્પીટલ શરૂ કરવામાં આવી છે. જેમાં ઓકસીજન, વેન્ટીલેટર, એ.સી., રૂમ વિગેરે સગવડતા છે. આ હોસ્પીટલ પ્રારંભ કરાવવા ઉનાના પ્રાંત અધિકારી જે. એન. રાવલ, મામલતદાર કનુભાઇ એ નગરપાલીકાનાં ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશી, નગરસેવકો, પૂર્વ ધારાસભ્ય વિગેરે હાજર રહી કોવીડ કેર હોસ્પીટલનો પ્રારંભ કરાવેલ હતો.

ઉના-ગીરગઢડા વિસ્તારના લોકોને કોરોનાની સારવાર માટે વેરાવળ જવુ નહી પડે આ મહેતા હોસ્પીટલના ટ્રસ્ટીઓએ જણાવેલ કે સરકારે નકકી કરેલ ભાવોથી કોરોનાના દર્દીઓને સંપૂર્ણ સારવાર અપાશે. હોસ્પીટલનો સ્ટાફ ર૪ કલાક દર્દીઓની સાર સંભાળની વિગેરે વ્યવસ્થા કરશે.

(11:32 am IST)