Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

પ્રભાસ ક્ષેત્રના ગોલોક ધામ ખાતેથી ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામ (નિજધામ) ગમન કર્યું એ દિવસની આધ્યાત્મિક ઉજવણી

વેરાવળ - પ્રભાસ પાટણ : ગોલોક ધામ પાવન ભૂમી છે, જયાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર થી સ્વર્ગ ખાતે પ્રયાણ કર્યું એ સ્થાન.જયાં શ્રી કૃષ્ણની ચરણરજ આ દિવ્ય સ્થાનમાં સચવાયેલી છે.સાથે જ પ્રભાસની ભૂમીને હરિ-હર ભૂમી પણ આ કારણે જ કહેવાય છે,જયાંથી ભગવાન શિવ પ્રથમ જયોતિર્લિંગ સ્વરૂપે અવતરીત થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમી પર થી પ્રયાણ કર્યું. ગોલોક ધામ ભૂમી પર પરિવ્રાજક સ્વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચાતુર્માસ કરેલ અને આ પાવન ભૂમી ખાતે શ્રી કૃષ્ણના સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોકત અને જયોતિષ દ્રષ્ટીએ કાલગણના કરી હતી.જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ એ ચૈત્ર શુકલ પ્રતિપદાના પાવન દિવસે બપોરના૨કલાક૨૭મીનીટ અને૩૦સેકન્ડ ના સમયે પૃથ્વીલોકથી સ્વધામ ગમન કરેલ હતું. આ પાવન દિવસે ગોલોકધામ દિન નિમિતે નુતન ધ્વજારોહણ પૂજન ટ્રસ્ટના એકઝીકયુટીવ ઓફિસર દ્વારા કરવામાં આવેલ,તેમજ શ્રી કૃષ્ણ પાદુકા પુજન-કરવામાં આવેલ હતું. (તસ્વીર - અહેવાલ : દિપક કક્કડ - વેરાવળ, દેવાભાઇ રાઠોડ - પ્રભાસપાટણ)

(10:10 am IST)