Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

કચ્છમાં કોરોનાનો કહેર- ૩ મોત, ૫૮ કેસ સાથે એક્ટિવ કેસ વધીને ૪૪૮

સરકારી ચોપડે ભુજ શહેર તથા તાલુકામાં ૧૭ કેસ જ્યારે માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ૬૭ જાહેર કરાયા

ભુજ : કચ્છમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. સરકારી ચોપડે ૩ મોત સાથે નવા ૫૮ કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસ અત્યાર સુધીમાં સૌથી વધુ ૪૪૮ થયા છે.

 જોકે, નવા કેસોમાં ભુજ શહેર અને તાલુકા વિસ્તારમાં સરકારી ચોપડે ૧૭ નોંધાયા છે. જ્યારે કન્ટેનમેન્ટ ઝોન ૬૭ નોંધાયા છે.
  કચ્છ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં મહાદેવનગરમાં સનસિટીની સામે આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૨૧/૪ સુધી, ભુજ તાલુકાના સામત્રા ગામે સ્વામીનારાયણ મંદિરની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૧૯ સુધી કુલ-૧૯ ઘરને તા.૨૨/૪ સુધી, ભુજ તાલુકાના ભારાસર ગામે તળાવ વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૨૧ સુધી કુલ-૨૧ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં સહજાનંદ બંગ્લોઝમાં આવેલ ઘર નં.એ-૨૮ થી એ-૩૩ સુધી કુલ-૬ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં શ્રીજીનગરમાં ફોરેસ્ટ કોલોની પાછળ આવેલ ઘર નં.૨૯ થી ૩૧ અને ૩૭ તથા ઘર નં.૩૨/૧૧ કુલ-૫ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં શિવકૃપાનગરમાં આવેલ ઘર નં.૮ થી ૧૦ સુધી કુલ-૩ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં લાલન કોલેજ કવાર્ટસમાં આવેલ ઘર નં.બી-૧ થી ઘર નં.બી-૬ સુધી તથા સામેની લાઇનમાં આવેલ ઘર નં.બી-૭ થી બી-૧૨ સુધી કુલ-૧૨ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં જુની રાવલવાડીમાં આવેલ ઘર નં.૩૮૨ થી ૩૮૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં કલેકટર કચેરી પાછળ નરનારાયણ નગરમાં આવેલ ઘર નં.એ-૫ કુલ-૧ ઘરનેતા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં ખેડુત તાલીમ કેન્દ્રમાં આવેલ ઘર નં.બી-૧૧૪, ૧૦૧-એ, ૧૦૧, ૧૦૨-એ, ૧૦૨-બી-૧, તથા ઘર નં.૧૦૦ કુલ-૮ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં એન્જીનીયરીંગ કોલેજમાં બ્લોક-એ માં આવેલ ઘર નં.એ-૧૫ થી એ-૧૮ તથા ઘર નં.એ-૧ થી એ-૪ સુધી કુલ-૮ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં જયનગર બસ સ્ટોપ પાસે કેન્સન ટાવર્સમાં ખનવેલ ઘર નં.૫૦૧ થી ૫૦૧ સુધી કુલ-૪ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસમાં ઘનશ્યામનગરમાં આવેલ ઘર નં.૧ થી ૮ સુધી કુલ-૮ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસમાં દેરાસરની બાજુમાં આવેલ ઘર નં.૧ અને ૨ કુલ-૨ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં સરદાર પટેલ નગરમાં આવેલ ઘર નં.૨૫૭ થી ૨૫૯ સુધી કુલ-૩ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં નવી રાવલવાડીમાં રઘુવંશીનગરમાં આવેલ ઘર નં.સી-૫૯ થી સી-૬૨ સુધી કુલ-૪ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં કંસારા બજારમાં હવેલી ફળિયામાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ તાલુકાના કોડકી ગામે તળાવની સામે મખણા રોડ પર આવેલ ઘર નં.૧ થી ૧૦ સુધી કુલ-૧૦ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં કુમારશાળાની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૮ સુધી કુલ-૮ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ તાલુકાના ધ્રંગ ગામે જીનામ આશ્રમમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં ઓધવ એવેન્યુ-૧ માં આવેલ ઘર નં.૨૩૭ થી ૨૪૦ સુધી કુલ-૪ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં આઇ.ટી.આઇ. કવાર્ટસમાં આવેલ ઘર નં.સી-૧ થી સી-૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં આવેલ ઘર નં.૧૦૧૭ થી ૧૦૧૯ તથા સામેની બાજુ આવેલ ઘર નં.૧૦૨૪ થી ૧૦૨૭ સુધી કુલ-૭ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં ફરસાણી દુનિયાની બાજુમાં મોરબીયા એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૧ થી ૭ સુધી  કુલ-૭ ઘર મોરબીયા એપાર્ટમેન્ટ, ભુજ શહેરમાં આશાપુરા રીંગરોડ પર સારસ્વત સમાજવાડીની સામે આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ તાલુકાના ઝુરા ગામે હરિજનવાસમાં બસ સ્ટેન્ડની આગળ આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘર અને ૧ બંધ ઘરને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં સિધ્ધનાથ મહાદેવ મંદિરની સામે આવેલ ઘર નં.૨ થી ૪ સુધી કુલ-૩ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં જાદવજીનગરમાં આવેલ ઘર નં.૮-એ, ૮-બી, ૯-એ તથા ઘર નં.૨-બી કુલ-૪ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં નરનારાયણનગર-૧માં આવેલ ઘર નં.૪૮૬ થી ઘર નં.૪૯૦ સુધી કુલ-૫ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ તાલુકાના દહીંસરા ગામે રામપર રોડ પર કિશોર રામજી ગોહિલની વાડી પર આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં જેષ્ઠાનગરમાં અમૃત કુંજમાં આવેલ ઘર નં.૫ થી ૭ સુધી કુલ-૩ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર વર્ધમાન ટાવરમાં પાંચમા માળે આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં સ્ટેશન રોડ પર વિભા કોમ્પલેક્ષમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં રાજેન્દ્રનગરમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં ભાવેશ્વરનગરમાં રાધા એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નંએ થી ઘર નં.સી સુધી કુલ-૩ ઘરને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં ભાવેશ્વરનગરમાં વી.કે.પટેલ ગ્રાઉન્ડમાં આવેલ ઘર નં.૨૮ થી ૨૯ સુધી કુલ-૨ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં એન.આર.આઇ. કોલોનીમાં આવેલ ઘર નં.૦૭ કુલ-૧ ઘરને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં ભાનુશાળીનગરમાં આવેલ ઘર નં.૫૪, ૭૭-એ, ૭૭-બી, ૭૭-સી, ૭૮ તથા ઘર નં.૦૯ કુલ-૬ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં યોગેશ્વરનગરમાં આવેલ ગેટ નં.૨ પર આવેલ ઘર નં.૧૧૭ કુલ-૧ ઘરને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં વૃંદાવન પાર્કમાં આવેલ ઘર નં.૩૪ થી ૩૬ સુધી કુલ-૩ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં સરદારપટેલ નગર સેકટર-૪ માં આવેલ ઘર નં.૨૨ થી ૨૪ સુધી કુલ-૩ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં રેવેન્યુ કોલોનીમાં આવેલ ઘર નં.૧૩, ૧૪અને ૧૬ થી ૧૯ સુધી કુલ-૬ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં વ્હાઇટ ડેઝર્ટ હોટલની પાછળ પ્રભુનગરમાં શેરી નં.૧ માં આવેલ ઘર નં.૧૩૫ કુલ-૧ ઘરને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં જયુબિલી હોસ્પિટલ પાછળ મલેક ફળિયામાં શેરી નં.૧ માં આવેલ ઘર નં.૧ થી ૨૦ સુધી કુલ-૨૦ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં એરપોર્ટ રોડ પર વાય ફળિયામાં શેરી નં.૧ માં આવેલ ઘર નં.૧ થી ૨૦ સુધી કુલ-૨૦ ઘરોને તા.૨૩/૪ સુધી,ભુજ શહેરમાં કંસારા બજારમાં કાલિકા રીંગરોડ પર અંજારીયા ફળિયામાં શેરી નં.૧ માં આવેલ ઘર નં.૧ થી ૨૦ સુધી કુલ-૨૦ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં ગડા પાટીયા પર જયોતિ પાર્કમાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ તાલુકાના જાંબુડી ગામે દરબાર ફળિયામાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં ઉપલી પાળ પર ભોપાલ ભવનની સામે આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં છઠ્ઠીબારી રીંગરોડ પર આવેલ ઘર નં.૧ થી ૨ કુલ-૨ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં એરપોર્ટ રીંગરોડ પર શિવ આરાધના સોસાયટીમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં સ્વામીનારાયણ એવેન્યુ-૧ માં આવેલ ઘર નં.એ-૭ થી એ-૧૨ સુધી કુલ-૬ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર સાગર બંગ્લોઝમાં આવેલ ઘર નં.એફ-૧ થી એફ-૯ સુધી કુલ-૯ ઘરને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં સનસિટીમાં નીલકંઠનગરમાં આવેલ ઘર નં.૩૯ તથા ૪૦ કુલ-૨ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં સિલ્ટર પાર્કમાં આવેલ ઘર નં.૨૫/૨૭/૫, ૨૪, ૨૭/૧, ૨૮, ૨૮/૨૯/બી તથા ઘર નં.૨૮/૨૯/એ કુલ-૬ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં ઓધવપાર્ક-૧ માં આવેલ ઘર નં.બી/૨૭ થી ઘર નં.બી/૩૧ સુધી કુલ-૫ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં અરિહંતનગરમાં આવેલ ઘર નં.આર-૭ થી ઘર નં.આર-૧૧ સુધી કુલ-૫ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં શાળા નં.૧૦ પાસે પી.ડબલ્યુ.ડી.કવાર્ટસમાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં ગાર્ડન સિટીમાં આવેલ ઘર નં.૧૧-બી, ૨૧ તથા ૭૦ કુલ-૩ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં જાદવજીનગરમાં કિડઝી સ્કુલ પાછળ આવેલ ઘર નં.૧ તથા ૨૮-એ કુલ-૨ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ તાલુકાના નાડાપા ગામે વાડી વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે નરનારાયણનગરમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે પુલવાળી બજારમાં બાપાશ્રી મંદિરની પાછળ આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ તાલુકાના કુકમા ગામે નવાવાસ વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૭ સુધી કુલ-૭ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે આયાનગરમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે મોરા ઉપર આવેલ ઘર નં.૧ થી ૧૨ સુધી કુલ-૧૨ ઘરોને તા.૨૩/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.

(9:53 pm IST)