Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

ભાવનગર મહાપાલીકા દ્વારા ઝીકાયેલ યુઝર્સ ચાર્જ સામે વેપારીઓમાં રોષ: મિટિંગ મળી

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ઘરવેરા, સફાઇવેરો ઉપરાંત વધારાનો યુઝર્સ ચાર્જ વસુલવાનું શરૂ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરના પીરછલ્લા વોર્ડમાં વેપારીઓને રી-એસએસમેન્ટ કરી મોટી રકમના બીલ પકડાવી દેવામાં આવતા વેપારી વર્ગમાં રોષ જોવા મળ્યો છે.

   યુઝર્સ ચાર્જ અને રી-એસએસમેન્ટ બીલના વિરોધમાં સાકાર હોલમાં મળેલી વેપારીઓની મીટીંગમાં ચેમ્બર પ્રમુખ સુનીલભાઇ વડોદરીયા, ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સમીરભાઇ શાહ, નિમેશભાઇ દેસાઇ, સુનિલભાઇ મકાતી, રાજુભાઇ શેઠ, ભરતભાઇ કોટીલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં મહાનગરપાલિકા દ્વારા વસુલવામાં આવતો યુઝર્સ ચાર્જ અને રી-એસએસમેન્ટ બીલ અંગે તંત્રને રજુઆત કરવા ઉપરાંત વાંધા અરજી આપ્યા બાદ તબક્કાવાર કાર્યક્રમ યોજવા નક્કી કરવામાં આવેલ. આ મીટીંગમાં ભાવનગર શહેરના ૪૦ જેટલા વેપારી મંડળના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા ંહતા.

(8:23 pm IST)