Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

ધ્રાંગધ્રા પાસે પ્લાયવૂડ કંપનીમાં આગ

ધ્રાંગધ્રા :  ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ  પર આવેલા નવલગઢ ગામ પાસે આવેલી સલાસર નામની પ્લાયવુડ કંપીનમાં ગઇકાલે મોડી રાત્રે ભીષણ આગ લાવી હોવાનલી ઘટના સામે આવી છે.

        પલવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર ફાઇટર પણ ઓછા પડયા હતા. ધ્રાંગધ્રા, હળવદ, સહિતના ફાયર ફાઇટર તાત્કાલીક પ્લાઇવૂડ કંપનીમા લાગેલી આગને કલાકોની મહેનત બાદ કાબૂમાં લઇ શકયા હતા. સદનસીબે  આગના લીધે કોઇ મોટી જાનહાની થઇ ન હતી. પરંતુ અગાઉ બે મહિના પહેલા જ  અહિં એક આધેડ મહિલા કંપનીના જ મશીનરીમાં ફસાઇ જતા તેનુ કરૂણ મૃત્યુ નિપજયુ હતુ. આ પ્લાયવૂડ કંપનીમાં લેબરો માટે કોઇ સેફટી સાધનોનો ઉપયોગ કરાતો નથી, જયારે ગઇકાલે અચાનક લાગેલી આગની ઘટના સામે આવતા શહેરના પત્રકારો કવરેજ માટે કંપનીમા જતા કંપનીના સત્તાધીશો દ્વારા પત્રકારો સાથે ઉધ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હતુ.

        સલાસર નામક પ્લાયવૂડની કંપનીમાં લેબરોને લગતા સરકારના તમામ નિયમોનું ઉલ્લંઘન થાય છે, છતા પણ રાજકીય ઓથ હેઠળ ચાલતી પ્લાયવૂડની કંંપની સામે આજદિન સુધી કોઇ કાર્યવાહી હાથ નથી ધરાતી. આગ શોર્ટ સરકીટના કારણે લાગી હોવાનુું જાણવા મળ્યું છે.

 

(12:20 pm IST)