Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

મોરબીમાં આધારકાર્ડ કઢાવવાવાળાની લાંબી લાઇનો, પણ એક દિ'માં માત્ર ૩૦ને જ ટોકન!!

અનેક અરજદારોને ધરમધક્કા સાથે મુશ્કેલીનો કરવો પડતો સામનોઃ સત્તાધીશો ધ્યાન દેશે?

મોરબી તા. ૧૪ : અહીંયા આધારકાર્ડ તાલુકા સેવા સદને કાઢવામાં આવે છે જેના માટે લાંબી લાઈનો તેમજ સમયસર કામગીરી ન થતી હોવાથી અરજદારો ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

લોકમુખે ચર્ચાતી વિગત મુજબ મોરબીના તાલુકા સેવા સદને આધારકાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવે છે, ત્યારે અહી આધારકાર્ડ કઢાવા આવતા અરજદારો એ તંત્ર ને રજૂઆત કરી છે આધારકાર્ડ હાલ બધી જગ્યા ઉપયોગમાં લેવામાં આવતું હોય છે તો લોકો માટે એક જરૂરી ડોકયુમેન્ટ ગણવામાં આવે છે ત્યારે જે લોકો આધારકાર્ડ કઢાવવા માટે આવતા હોય છે તે વેહલી સવારથી લાઈનમાં ઉભા રહે છે અને પોતાના કામધંધા બંધ રાખી અહી લાઈનોમાં ઉભા રહે છે પરતું અહી દિવસના ફકત ૩૦ જ કાર્ડ કાઢવા માટે ટોકન આપવામાં આવે છેે. લાંબી લાઈનો પણ અહી આધારકાર્ડ માટે લાગતી હોય છે તો અહી સાધનો વધારવા જોઈએ કામગીરી કામગીરીને ગંભીરતાથી લેતો નથી જેના લીધે પણ અરજદારો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.(૨૧.૧૭)

(12:47 pm IST)