Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

અમરેલીના શેલણામાં વ્યાજખોરોના ત્રાસથી ઘનશ્યામભાઇ ઉકાણીનો આપઘાત

અમરેલી તા. ૧૪ : સાવરકંુડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશન નીચેના શેલણાં ગામે ઘનશ્યામભાઇ ઉકાણીએ વીરા સામત રબારી રે.ઘોબા તેમજ જગદિશ ગોવિંદ રે.જીથરી તા. શિહોર વાળા પાસેથી ૧૨લાખ વ્યાજે લીધેલ જે રકમ ચૂકવી આપવા છતાં અવાર નવાર રૂબરૂ અને ફોનથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી વિરા સામત રબારીએ ટ્રેકટર બળજબરીથી લઇ અજય મેરામ પાસેથી રૂ.૨૪ લાખ વ્યાજે લીધેલ હોય જેથી અજય મેરામે ૨૪ વિઘા જમીન બળજબરીથી ખાતે કરાવી લીધેલ તેમ છતાં વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા અને મરી જવા માટે મજબુર કરતા ઘનશ્યામભાઇએ તા.૩૦–૧ ના રોજ ઝેરી દવા પી મૃત્યુ પામ્યાની વંડા પોલીસ મથકમાં મૃતકના પુત્ર ભૌતિકભાઇ ઉકાણીએ ફરિયાદ નોંધાવી છે.

વિકટરમાં અગાઉના મનદુઃખના કારણે હુમલો

રાજુલા તાલુકાના વિકટરમાં અફજલભાઇ ઇદ્રીસભાઇ કુરેશી હાલ સાવરકુંડલા મુળ વિકટર વાળાને ઇનાયત રહેમાન ગાહા સાથે અગાઉ ઝગડો થયેલ. જે તા.૧૧–૪ ના વિકટર પોતાના ઘરે જરૂરી કાગળો લેવા જતા તું અહીંયા શુંકામ આવ્યો છો તેવું જણાવી ઇનાયત રહેમાન, રિજવાન રફીક, રફીક ગાહાએ ગાળો બોલી લાકડી અને ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાની મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રાજુલાના ખાખબાઇની યુવતીને સાસરીયાઓનો ત્રાસ

રાજુલા તાલુકાના ખાખબાઇની યુવતીના લગ્ન વલસાડ જિલ્લાના પારડી ગામે હરેશ કુકા જીંજાડા સાથે થયેલ. પતિ હરેશ ઉકા જીંજાડા તેના માવતરેથી પૈસા લઇઆવ તેમ કહી અવાર નવાર શારીરીક અને માનસીક દુખત્રાસ આપી જેઠ બીપીન જીંજાળા, દિયર વલ્લભ ચકુર, જેઠા લાલજી આણંદને ચડાસમણી કરી ખાખબાઇ આવી માર મારી ધમકી આપ્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.(૨૧.૧૯)

(12:46 pm IST)