Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

મોટી મોણપરીની પરિણીતાને પુત્ર ન થતા પતિનો ત્રાસ

જુનાગઢ તા.૧૪ : મોટી મોણપરીની પરિણીતાને પુત્ર ન થતા પતિએ ત્રાસ આપી અને મારકુટ કર્યાની પોલીસ ફરિયાદ થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામના કંચનબેન કિશોર વાળા (ઉ.વ.૩ર) નામની મહિલાને દામ્પત્ય જીવન દરમિયાન પુત્ર ન થતા પતિ કિશોર લખમણ પાવડાથી હુમલો કરી ઇજા પહોંૅચાડી હતી.

તેમજ આ શખ્સે પરિણીતાને ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતા વિસાવદર પોલીસે કિશોર વાળા સામે ધોર ણસરની કાર્યવાહી હાથ ધરી હતી. (ર૮.૯)

(12:46 pm IST)