Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

અકસ્માતમાં કૌટુંબિક ભાઇનું મૃત્યુ થતા વડત્રા ગામે આઘાતમાં નરેન્દ્રસિંહે આપઘાત કરી લીધો

ખંભાળીયાના આસોટા ગામે ગૂમ થયેલ પ્રવિણ ખૂંટીની દરિયા કિનારેથી લાશ મળી

ખંભાળીયા તા. ૧૪ :.. તાલુકાના વડત્રા ગામે રહેતા નરેન્દ્રસિંહ ભીખુભા ચુડાસમા (ઉ.૩૩) નો કૌટુંબીક ભાઇ ર૦ દિવસ પહેલા અકસ્માતમાં મરણ ગયેલ હોય જેના આઘાતમાં નરેન્દ્રસિંહ ચુડાસમા એ ગળે ફાસો ખાઇ લેતા મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નાના આસોટા ગામે રહેતા યુવાન પ્રવિણભાઇ જેઠાભાઇ ખુઢી ઉ.ર૧ વાળા નામનો યુવાન ગુમ થયાની જાણ તેમના પિતા દ્વારા અત્રે પોલીસમાં કરવામાં આવેલ પરંતુ ગુમ યુવાન પ્રવીણ ખુટીનો મૃતદેહ તેના જ ગામના દરિયા કાંઠેથી મળી આવતા પોલીસે મૃતકનો કબજો સંભાળી પીએમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

પરિણીતને ત્રાસ

ખંભાળીયા અજમેરપીર ટેકરી પાસ રહેતા રૂકસાનાબેન ખીરા ઉ.૩૦ ને (૧) બસીર મામદ ખફી પતિ (ર) સસરા મામદ અબુ ખફી (૩) સાસુ મુબેદાબેન ખફી (૪) નવસાદ ખફી એ શંકા કુંશકા કરી મેણાટોણા મારી ગાળો આપી મારકુટ કરી છૂટાછેડા આપવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ મહિલા પોલીસમાં નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વરલીનો જૂગાર

ખંભાળીયા ચોખેડા રોડ પર જાહેરમાં વરલી મટકાનો જૂગાર રમતા (૧) વાલા ગગુ ધારાણી (ર) ચેતન જમનાદાસ સવજાણી રોકડા રૂપિયા ર હજાર ૬૦ તથા જૂગારના સાહિત્ય સાથે પકડાઇ આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઝેર પીતા મોત

ખંભાળીયા તાલુકાના મોકસીયા ગામે રહેતા જાડાભાઇ માયાભાઇ સેધીયા ઉ.૩પ વાળા કોઇ પણ કારણોસર ઝેરી દવા પી જતા મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

દારૂ પકડાયો

ભાણવરના ખોખાણા ગામના પાદર પાસેથી એક સેન્ટ્રો કાર નં. જીજેઓ-એચ. સી. ૭૧રર માંથી ગો.કા. ઇગ્લીશ દારૂથી બોટલ નંગ ૯ર કિંમત રૂપિયા ૩૬ હજાર ૮૦૦ ની પકડાઇ આવતા પોલીસે ઉપરોકત અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કિંમત રૂ. પ૦ હજાર સહિત કુલ મુદામાલ ૮૬ હજારનો કબ્જે કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)