Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

અમરેલી જીલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણી અનુસંધાને વાહનોના રજીસ્ટર કરવવા જરૂરી

અમરેલી, તા.૧૪: અમરેલી જિલ્લામાં ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણી સંબંધે તા.૨૨ એપ્રિલ.-૨૦૧૮ના રોજ મતદાન થનાર છે.

ચૂંટણીપ્રચાર અભિયાનરૂપે રાજકીય/બિનરાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી પોતપોતાના મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. પ્રચારના હેતુ માટે તેઓ દ્વારા કે તેઓની સહમતિથી બીજા કોઇ વ્યકિત દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે, આવા વાહનો પર દેખરેખ રાખવા અને ઉમેદવારોના પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે હેતુથી અને જો આમ ન કરવામાં આવે તો તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી-ખોટી ફરિયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જુથો વચ્ચે મનદુઃખ અને દ્યર્ષણ ઉભુ થવાની સંભાવના તેમજ સુલેહશાંતિનો ભંગ થવા સંભવ રહે છે.

ઇ.ચા.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી-અમરેલી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪નો બીજો અધિનિયમની) કલમ-૧૪૪ અન્વયે જાહેરનામુ ફરમાવેલ છે. કોઇપણ રાજકીય પક્ષો કે બિનરાજકીય પક્ષો તેમના ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઇ વ્યકિત દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો ચૂંટણી ઉમેદવારે તેમના ચૂંટણી અધિકારીશ્રી પાસે આવા વાહનો રજીસ્ટર કરાવવાના રહેશે.વ્યકિતઓ બેસી શકશે નહિ.

અમરેલી જિલ્લામાં જયાં ગ્રામપંચાયતની સામાન્ય-મધ્યસત્ર-પેટા ચૂંટણી યોજાનાર છે તેવા ગ્રામ્ય વિસ્તારમાં હુકમનો અમલ કરવાનો રહેશે. હુકમનું ઉલ્લંદ્યન કરનાર/ ઉલ્લંદ્યન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોનાકાર્યકરો અને ઉમેદવારોના અત્યંત ખર્ચાળ પ્રચાર પર નિયંત્રણ મૂકવા તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે લોકોની માલ-મિલ્કતને થતી હાનિ/બગાડ અટકાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે.

જેમાંઙ્ગ કોઇ ઉમેદવારો કે રાજકીય પક્ષો અથવા તેમના ટેકેદારોએ કોઇ કટઆઉટ દરવાજા (ઞ્ખ્વ્ચ્લ્) કે કમાનો (ખ્ય્ઘ્ણ્ચ્લ્) ઉભા કરવા નહિ. જાહેર કે ખાનગી મકાનોની દિવાલો પર સૂત્રો લખવા કે પોસ્ટર ચોંટાડવા નહિ અને પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ઉમેદવાર, ઉમેદવારીપત્રો ભરવા કે ઉમેદવારીપત્રોની ચકાસણીમાં હાજરી આપવા કે ચૂંટણીપ્રતિકની ફાળવણીની પ્રક્રિયામાં હાજરી આપવા માટે ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં જાય ત્યારે મોટા સરદ્યસ આકારે જવું નહિ. ખાનગી સ્થળોએ માલિકની પરવાનગી હોય તો પણ હોર્ડિંગ્સ પ્રદર્શિત કરવા નહિ. જયાં એક પક્ષે સભાઓ યોજી હોય, એવા સ્થળોએ બીજા પક્ષે સરદ્યસ લઇ જવું નહિ. તથા પોતાના પક્ષના ચોપાનીયા વહેંચીને ખલેલ પહોંચાડવી નહિ. એક પક્ષે બહાર પાડેલા ભીંતપત્રો બીજા પક્ષના કાર્યકરોએ દૂર કરવા નહિ, તેમ જણાવેલ છે.

અમરેલી જિલ્લામાં જયાં ગ્રામપંચાયત સામાન્ય-મધ્યસત્ર-પેટા ચૂંટણી યોજાનાર હોય તે તમામ વિસ્તારમાં ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થતાં સુધી આ હુકમનો અમલ કરવાનો રહેશે. હુકમનું ઉલ્લંદ્યન કરનાર અથવા ઉલ્લંદ્યન કરવામાં મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

(11:38 am IST)