Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

જુનાગઢમાં યુપીના બળાત્કારના વિરોધમાં મહિલા કોંગ્રેસના દેખાવ

જુનાગઢ : યુપીના ઉન્નાવમાં મહિલા પર થયેલ બળાત્કાર તથા હત્યાના બનાવમાં નિષ્પક્ષ તપાસ હાથ ધરી ગુનેગારોને સખ્ત સજા કરી ન્યાય મળે તે માટે જૂનાગઢ જીલ્લા મહિલા કોગ્રેસના પ્રમુખ શ્રીમતી કૈલાશબેન વેગડા, તથા મંજુલાબેન પરસાણા, સહિતની મહિલાઓએ કોંગ્રેસ ભવન પાસે મો પર કાળી પટ્ટીબાંધી વિરોધ પ્રદર્શિત કરી દેખાવ કર્યા હતાં અને કસુરવાનોને સખ્ત સજા કરવા માંગણી  કરી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જૂનાગઢ)

(11:37 am IST)