Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

મોરબી-ર સામાકાંઠે પીવાના પાણી માટે ફિલ્ટર પ્લાન બનાવવા માગણી

મોરબી તા.૧૪: મોરબી-ર સામાકાંઠે પીવાના પાણી માટેનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા બાબતે મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણના જિલ્લા કાર્યક્રમમાં કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.

અંદાજે ૧પ થી ર૦ વર્ષ થયા પરંતુ પીવાના પાણી માટેનો ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત નથી. તો નાગરીકોના આરોગ્યની સુખાકારી માટે અહીંયા મોરબી-ર વિસ્તારમાં કેશરબાગ અથવા તો રીલીફનગરમાં કે જયા હાલમાં પાણી માટે નવો જ પ્લાન્ટ ઉભો કરવામાં આવેલ છે. ત્યાં પીવાના પાણી માટે ફીલ્ટર પ્લાન્ટ બનાવવા આવે કારણ કે હાલમાં જ મચ્છુ-ર ડેમમાંથી પીવા માટે પાણી આપવામાં આવે છે તે એકડમ ડહોળુ અને દુર્ગંધયુકત આવે છે તેમ રજુઆતમાં જણાવેલ છે.

(11:36 am IST)