Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ઉનામાં બંધ મકાનમાંથી રોકડ દાગીના સહિત ૪૨ હજારની ચોરી

ઉના, તા. ૧૪ :. તાલુકાના ભડીયાદર ગામે બંધ મકાનના તાળા તોડી રૂમમાં રાખેલ પેટીમાંથી સોના-ચાંદીના દાગીના રોકડ રૂપિયા મળી ૪૨ હજારના મુદ્દામાલની ચોરી તસ્કરો કરી ગયેલ છે.

ઉના તાલુકાના ભડીયાદર ગામે ભાવેશભાઈ દાદુભાઈ રાઠોડ મકાનને તાળા મારી બહાર ગામ ગયા હતા ત્યારે કોઈ તસ્કરો બંધ મકાનના તાળા તોડી રૂમમાં પ્રવેશ કરી પતરાની પેટીમાં રાખેલ સોનાની વીંટી નંગ ૩, કાનની સોનાની બુટી ૩ જોડ, ચાંદીના છડા ૨ જોડ, નાકનો દાણો ૧ રૂ. ૩૨૦૦૦ની કિંમતના તથા ૧૦ હજાર રોકડા મળી રૂ. ૪૨૦૦૦ના મુદામાલની ચોરી કરી નાસી ગયાની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. તપાસ પીએસઆઈ સી.એન. દવે કરી રહ્યા છે.

(11:33 am IST)