Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ભાવનગરમાં ક્રિકેટનો સટ્ટો રમતા ૭૦ હજારના માલ સાથે બે ઝડપાયા

ભાવનગર, તા. ૧૪ : ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને હાલમાં આઇ.પી.એલ. ૨૦-૨૦ ક્રિકેટ કપ શરૂ થયેલ હોય.જે ક્રિકેટ કપની રમાતી મેચો દરમ્યાન ક્રિકેટનો સટ્ટો રમવાવાળા ઉપર વોચ રાખી ક્રિકેટ સટ્ટાનાં જુગારને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ.જે માર્ગદર્શન હેઠળ દરમ્યાન પો.કો. ચંદ્દસિંહ વાળાને હકિકત મળેલ કે,મહેશ ઉર્ફે રાજા તુલશીભાઇ લાખાણી રહે.ફલેટ નં.એ/૩,રાધિકા ફલેટ,હરીયાળા પ્લોટ તથા તેનાં મિત્ર રીઝવાન જમાલભાઇ હાલારી રહે.નવાપરા, ની કબ્જા ભોગવટાની નારી ચોકડી કોમલ હોટલ ની પાસે રાજમોતી ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં બહારથી માણસો બોલાવી ટી.વી.માં આવતી આઇ.પી.એલ. ક્રિકેટ મેચ ઉપર મોબાઇલ દ્રારા ક્રિકેટ મેચના સોદા  જુગારનો અખાડો ચલાવે છે  બાતમી વાળી જગ્યાએ (૧) મહેશ ઉર્ફે રાજા તુલશીભાઇ લાખાણી ઉ.વ.૩૮ રહે.પ્લોટ નં.૪૨,ફલેટ નં.એ/૩, રાધિકા ફલેટ,હરીયાળા પ્લોટ, (૨) રીઝવાન જમાલભાઇ હાલારી ઉ.વ.૩૬ રહે.ફલેટ નં.૩૧૨, મહેક ફલેટ,નવાપરા, તેઓ બંનેનાં કબ્જામાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ.

૧. કાળા કલરનું ડેલ કંપનીનું મોડલ નં.ભ્૪૭જ્ પાવર કેબલ ક્રિકેટ મેચનાં ગ્રાહકોનાં કુલ-૬ સોદા લખેલ.તે લેપટોપ,ચાર્જર કિ.રૂ.૩૫,૦૦૦/તેમજ કાળા કલરનું આઇ બોલ કંપનીનું કિ-બોર્ડ કિ.રૂ.૧૦૦/-

૨. કાળા કલરનું સેમસંગ કંપનીનું મોડલ નં.ગ્૧૮૩૦ફ એલ.સી.ડી. ટી.વી. કિ.રૂ.૩,૦૦૦/-,ડીશ ટી.વી. સેટ અપ બોકસ કિ.રૂ.૧,૫૦૦/-, કાળા કલરનાં ઇન્ટેકસ કંપનીનું મોડેમ કિ.રૂ.૫૦૦/- તથા અલગ-અલગ રીમોટ નંગ-૩ કિ.રૂ.૧૦૦/- લેખે કિ.રૂ.૩૦૦/-

૩. ગ્રાહકો તથા ક્રિકેટ સટ્ટાની કપાતમાં ઉપયોગમાં લેવામાં આવેલ તથા ઉપરની લાઇનનાં તથા તેઓનાં પોતાનાં અલગ-અલગ કંપનીનાં મોબાઇલ નંગ-૮ કિ.રૂ.૮,૫૦૦/-

૪. અલગ-અલગ કંપનીનાં મોબાઇલ ચાર્જર નંગ-૩ કિ.રૂ.૧૫૦/-

૫. બંનેની અંગજડતીમાંથી રોકડ રૂ.૧,૨૦૦/-ની ચલણી નોટો

૬. કાળા કલરનાં સુઝુકી એકસેસ સ્કુટર રજી.નં.ઞ્થ્-૦૪-ગ્લ્ ૦૭૫૮ કિ.રૂ.૨૦,૦૦૦/-

આમ,ભાવનગર એલ.સી.બી. ની ટીમને ક્રિકેટ સટ્ટો રમતાં બે ઇસમને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. સ્ટાફનાં પૃથ્વીરાજસિંહ બી.ગોહિલ, ચંદ્દસિંહ વાળા,જીતેન્દ્દસિંહ ઝાલા,ભહિપાલસિંહ ચુડાસમા, અજયસિંહ વાદ્યેલા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(11:28 am IST)