Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ધોળકા પાસે ત્રણ પશુ ભરેલ કાર ઝડપાઇ

મછડા ગેંગના સભ્યો નાસી છૂટયા

બોટાદ તા.૧૪ : ધોળકા તાલુકાના ઝાલાદ રોડ ઉપરથી મછડા ગેંગના સભ્ય એક કારમાં ગૌવંશને કતલખાને લઇ જવાના છે તેથી બોટાદના ગૌ રક્ષક સામતભાઇ જેબલિયાએ ધોળકાના રૂરલ પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પી.એસ.આઇ. પાવરા તથા શકિતસિંહ, મહાવીરસંહ, રાજેન્દ્રસિંહ, દિગ્વીજયસિ઼હ અને ગૌરક્ષકો અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવાય ગયેલ તેથી મોડી રાતે કાર નીકળતા ઉભી રખાવવાની કોશીષ કરતા કાર ચાલકે ઉભી નહી રાખતા ઝાલાદ ગામ તરફ ભાગી છુટેલ પોલીસે તેનો પીછો કરેલ આગળઇ જતા કારનું આગળનુ ટાયર ફાટી જતા કાર છોડી મછડા ગેંગના સભ્યો અંધારામાં નાસી છૂટેલ એક મુખ્ય સુત્રધાર જબ્બે થયેલ.

પોલીસે કારની તપાસ કરતા કારમાં ૩ ગૌવંશ, ૧ ગાય, ૧ વાછરડી, ૧ વાછરડો એમ કુલ ૩ ગૌ વંશને મોઢેથી અને પગે ક્રુરતાપુર્વક દોરડેથી બાંધેલી હાલતમાં મળી આવેલ તેમજ ગાડીમાં તપાસ કરતા ગૌરક્ષકો કે જીવદયાપ્રેમ ગાડી રેોકાવે તે હુમલો કરવા માટે મોટા મોટા પથ્થરો અને અન્ય હથિયારો મળી આવેલ ગાડીની કિં.૧ લાખ અને ૩ ગૌવંશની કિંમત ૧૭૦૦૦ મળી કુુલ ૧,૧૭,૦૦૦નો મુદામાલ જપ્ત કરી કારમાંથી ભાગી છુટેલ મછડા ગેંગને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ. પકડાયેલા મુખ્ય આરોપી સતર મન્સુરીની પુછપરછ કરતા આ ત્રણ ગૌવંશ અમોએ નળ સરોવર વિસ્તારના ઝપ ગામ પાસે ખેત વિસ્તારમાંથી ઉપાડેલ અને કતલખાને લઇ જતા સાથે બીજા ઇસમો ઇનોવા કારમાં ગૌવંશ ભરી ખંભા તરફ ભાગી ગયેલ છે. તેથી ખંભાત પોલીસને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ કતલખાને જતા બચાવેલ ૩  ગૌ વંશને પાંજરાપોળ ગૌ શાળામાં સુરક્ષીત મુકી આવેલ.

(11:28 am IST)