Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

અમરેલી જિલ્લામાં ગ્રામ સ્વરાજ અભિયાનની ઉજવણીનો પ્રારંભ

અમરેલી તા. ૧૪ : અનુ.જાતિ કલ્યાણ-ગાંધીનગર દ્વારા ડો. બાબાસાહેબ જન્મ જયંતી નિમિત્તે આજથી તા.૫ મે-૨૦૧૮ દરમિયાન ગ્રામ સ્વરાજ અભિયાન યોજાશે.

ગ્રામ સ્વરાજ અભિયાનને સફળ બનાવવા, જિલ્લા સમાજ કલ્યાણ કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પીજીવીસીએલ, આરોગ્ય શાખા, ખેતીવાડી શાખા, રોજગાર કચેરીના અધિકારીશ્રીઓ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત), નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસૂલ)ને નોડલ તરીકેની ફરજો સોંપવામાં આવી છે. ઙ્ગ

તા.૧૪ના રોજ આંબેડકર જયંતી-સામાજિક ન્યાય દિવસ- જિલ્લાકક્ષાએ ડો. બાબાસાહેબના વિચારો મૂર્તિમંત કરવા કાર્યશાળા યોજાશે.

તા.૧૮ના રોજ-સ્વચ્છ ભારત પર્વ યોજાશે. આ દિવસે નક્કી કરવામાં આવેલ બાદનપુર (વડીયા), ગીણીયા (સાવરકુંડલા) અને ઝાંઝરીયા (બગસરા) ગામમાં ઓડીએફ સસ્ટેનબિલીટી માટે નિગરાની સમિતિ સ્વચ્છાગ્રહી તથા ગ્રામજનો દ્વારા સ્વચ્છતા મહાઅભિયાન, ભનકચરા વ્યવસ્થાપન કાર્યક્રમનો તેમજ લિકિવડ વેસ્ટ મેનેજમેન્ટના કામોઙ્ગઙ્ગ શુભારંભ કરવામાં આવશે.

તા.૨૦ના ઉજ્જવલા પંચાયત-જિલ્લાના ૩ ગામોમાં એસઇસીસીના લાભાર્થીઓ તથા પીએમએવાય યોજનાના લાભાર્થીઓને ઉજ્જવલા યોજનાના નવા કનેકશનનું વિતરણ-સેફટી પેરામીટરનું નિદર્શન કરવામાં આવશે.

તા.૨૪ના પંચાયતી રાજ દિવસ-ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે. વિવિધ યોજના અમલીકરણ થનાર સામુદાયિક યોજનાની વિગતો-વ્યકિતગત લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળના લાભની વિગતો જણાવવામાં આવશે. વડાપ્રધાનશ્રીના સંબોધનનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. શ્રેષ્ઠ ગ્રામ પંચાયત વિકાસ આયોજન માટે એવોર્ડ-ગુડ લક ગર્વનન્સ-સાફલ્થ ગાથાઓનું પ્રદર્શન કરવામાં આવશે.

તા.૨૮ના ગ્રામ શકિત અભિયાન-સૌભાગ્ય યોજના અન્વયે ઘરે-ઘરે વીજળીકરણ, પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસોમાં વીજળીકરણ-એલઇડી બલ્બ વિતરણ, ઙ્ગપ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓ માટે કાર્યશાળા યોજાશે. શ્રેષ્ડ આવાસ બનાવનારને પારિતોષિક અને અનુભવોની આપ-લે કરવામાં આવશે.

તા.૩૦નાઆયુષ્માન ભારત અભિયાન- આયુષ્માન ભારત યોજના તળે મળવાપાત્ર લાભોની જાણકારી આપવામાં આવશે.

તા.૨ મે ના કિસાન કલ્યાણ ધર્મશાળા- ખેડૂતોની આવક વધારવા અંગેની કાર્યશાળા યોજાશે. વૈજ્ઞાનિક-આધુનિક ઢબની ખેતી, પશુપાલકો માટે પશુ આરોગ્ય કેમ્પ યોજાશે. ખેતી-પશુપાલનની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન-માહિતી આપવામાં આવશે.

તા.૫ મેના આજીવિકા અને કૌશલ વિકાસ મેળા- બેંકો દ્વારા સખીમંડળ કેશ ક્રેડિટ લોકેજીસ, માર્કેટીંગ લોકેજીસ, સખીમંડળ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ વસ્તુઓનો પ્રદર્શન મેળો યોજાશે, તેમ કલેકટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(10:20 am IST)