Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

પાટીદાર આંદોલન સમિતિમાં ભાગલા ;હાર્દિક પટેલને અલગ કરાયોઃ બોટાદમાં યોજાઈ બેઠક

પાસ હવે ફક્ત અને ફક્ત પાટીદારોના આરક્ષણ માટે જ લડશે. બીજા કોઈ મુદ્દાઓ જોડે તેમનુ કઈ લેવા-દેવા નથી.

પાટીદાર આંદોલન સમિતિમાં ભાગલા પડી ગયા છે. સમિતિમાંથી હાર્દિક પટેલને અગલ કરવામાં આવ્યો હોય તેમ પાટીદાર અનામત આંદોલન સમિતિએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે હવે ફક્ત અને ફક્ત પાટીદારોના આરક્ષણ માટે લડશે. બીજા કોઈ મુદ્દાઓ જોડે તેમનુ કઈ લેવા-દેવા નથી. આની પાછળનો તર્ક બતાવામાં આવી રહ્યો છે કે જ્યારથી સમિતિ રાજનીતિક દળો સાથે દેખાઈ રહી છે, ત્યારથી આંદોલનનુ હેતુ બદલાઈ ગયો છે.

 પાસના સંગઠન પ્રભારી દિલીપ સાબવાએ કીધુ હતુ કે અમે લોકોએ નક્કી કર્યુ છે કે પાસનો કોઈપણ નેતા ચૂંટણી નહી લડી શકે અને આરક્ષણ સિવાય બીજા કોઈપણ મુદ્દા પર ધ્યાન આપવામાં આવશે નહી. ફેસલો પાસના 140 તાલુકાના પ્રતિનિધિયોની બેઠકમાં લેવાયો હતો.8 એપ્રિલે ગુજરાતના બોટાદમાં બેઠક રાખવામાં આવી હતી, જેમા 165 તાલુકા પ્રતિનિધિઓમાંથી 140 ભાગ લીધો હતો
   . બેઠકમાં પ્રથમ વખત હાર્દિકના ફોટા વગરના પોસ્ટર લગાવામાં આવ્યા હતા. પોસ્ટરમાં સરદાર ભગતસિંહ, શિવાજી અને પાટીદાર સમાજના પૂજનીય માં ઉમા અને માં ખોડલની તસ્વીરો લગાવામાં આવી હતી. પણ કહેવામાં આવ્યુ છે કે સ્ટેજ પર બોલવાની અનુમતિ કોઈને પણ આપવામાં આવશે નહી, જેને બોલવુ હોય તે નીચેથી બોલશે.
 
આનાથી સ્પષ્ટતા થઈ ગઈ છે કે પાટીદારો રાજનીતિ માટે પોતાનો ઉપ્યોગ નહી કરવા દેવાય. જોકે પણ કહેવામાં આવ્યુ છે કે ભાજપનો વિરોધ ચાલુ રહેશે. પાસને લાગી રહ્યુ છે કે કોંગ્રેસને સપોર્ટ કરવાથી આંદોલન નબળો થયો છે. બીજુ કે આરક્ષણની મુળ માંગથી પણ તેઓ ભટકી ગયા છે.

(12:29 am IST)
  • ફ્લિપકાર્ટ વેચાશેઃ વોલ માર્ટ ફ્લિપકાર્ટને ખરીદી લેશેઃ પ૧ ટકા ભાગીદારી માટે ૧૦ થી ૧ર અબજ ડોલરનો સોદો થશે access_time 11:37 am IST

  • ટેબલટેનિસ મહિલા સિંગલ્સનો પણ ભારતને ગોલ્ડ : મોનીકા બત્રાએ ફાઈનલમાં સીંગાપુરની મેગ્યુ યુને હરાવી : ભારતને આજે કુલ ૭ ગોલ્ડ મળ્યા access_time 3:47 pm IST

  • એપ્રિલ ૨૦૧૮માં મનરેગા વેતનની ૯૯% ચૂકવણી બાકીઃ આ વર્ષે ઘણાં રાજયોમાં મનરેગામાં મજૂરી વધી નથીઃ આંકડાઓ દર્શાવી રહ્યાં છે કે દેશમાં માર્ચ- એપ્રિલમાં મનરેગા હેઠળ થયેલાં કામોના ૮૫થી ૯૯ ટકા મજૂરીના ચૂકવણાં બાકી છે access_time 10:18 am IST