Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરતા ટ્રેકટર સાથે બે શખ્સો પકડાયા

દામનગર-અમરેલી-સાવરકુંડલા, તા.૧૪:  જીરા ગામનાં આરા પાસે શેત્રુજી નદીના પટ્ટમાં ગે.કા. પાસ-પરમીટ વગર અમુક ઇસમો રેતી ચોરી -ખનન કરી ટ્રેકટરની ટ્રોલી ભરી ગેરકાયદેસર રીતે જે અનુસંઘાને (બે) ઇસમોને રેતી ચોરી કરતા પકડી પાડવામાં સફળતા મળેલ છે.

રેતી ચોરી કરતા પકડાયેલ આરોપીઓ કમલેશભાઇ ઉર્ફે કમલો ઘીરૂભાઇ રાણાવડીયા, ઉવ.૨૦, ધંધો-ડ્રાઇવિંગ, રહે. સાવરકુંડલા બોઘરીયાળી રોડ, રામાપીરનાં મંદિરદ પાસે, દિલાભાઇ મીરાજીભાઇ મકવાણા, ઉવ.૩૫, ધંધો. ડ્રાઇવિંગ રહે.સાવારકુંડલા, ગાયત્રી મંદિર પાછળ, કેવડાપરા, તા.સાવરકુંડલા અને પકડવાનાં બાકી આરોપીઓ (૧)વેલજીભાઇ મોહનભાઇ સોલંકી રહે. સાવરકુંડલા, બગડાવાસ,  (૨)ઘનશ્યામભાઇ વાલજીભાઇ માંડાણી, રહે.બોરાળા, તા.સાવરકુંડલા,  શેત્રુંજી નદીના પટ્ટમાંથી લીઝ, રોયલ્ટી કે પાસ પરમીટ વગર ટ્રેકટરમાં રેતીની ચોરી કરતાં ટ્રોલી સાથેના ટ્રેકટર નંગ-૨, તથા રેતી ૮ ટનઙ્ગ તથા રેતી ચાળવાનો ચારણો નંગ-૧, તથા પાવડા નંગ-૪, તથા તગારા નંગ-૪, જે તમામની કુલ કિ.રૂ.૬,૦૪,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આરોપી વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ તથા MMDR કલમ-૨૧ર્ં મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છેે. આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયની સુચનાં હેઠળ એસ.ઓ.જી. પો.ઇન્સ.કે.ડી.જાડેજા તથા પો.સબ ઈન્સ.,મહેશ મોર્રીં તથા એસ.ઓ.જી.ટીમને ગેરકાયદેસર રેતી ચોરી ખનન કરતા ૨ (બે) ઈસમોને ટ્રેકટર, સહિત વિગેરે મુ્દ્દામાલ મળી કુલ રૂ.૬,૦૪,૩૦૦ /- મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે.

(2:47 pm IST)