Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

ગણતરીના દિવસોમાં સણોસરા ગામે ખુની હુમલો કરી નાસી ગયેલ આરોપીને શોધી કાઢતી અમરેલી તાલુકા પોલીસ

અમરેલી તા. ૧૪ : સણોસરા ગામે ખુની હુમલો કરી નાસી ગયેલ આરોપીને ભાવનગર રેન્જના મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, અમરેલીના મે.પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય, નાયબ પોલીસ અધિક્ષક એમએસ.રાણાની ખાસ મળેલ સૂચના મુજબ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનને ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૦૦૨૫૪/૨૦૨૦ આઇ.પી.સી.કલમ ૩૦૭, ૪૫૨, ૧૨૦(બી), ૩૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હાના આરોપીઓ (૧) રાજુભાઇ મનજીભાઇ ભાલાળા રહે.સુરત (૨) જયંતીભાઇ ગોકળભાઇ ઝાલાવડીયા રહે.ક્રાંકચ તા.લીલીયા ફરીયાદીના ઘરે ઘુસી ફરી.ના વયોવૃધ્ધ પીતાને છરીના ઘા મારી ત્યાથી નાસી જઇ નાસતા ફરતા હોય જેઓને પકડી પાડવા અલગ અલગ જગ્યાએ તપાસ કરી અગાઉ આરોપી રાજુભાઇ મનજીભાઇ ભાલાળાને ગણતરીના કલાકોમાં પકડી પાડી રીમાન્ડ મેળવી મુદામાલ મેળવી જેલ હવાલે કરેલ છે તથા હાલ બીજો આરોપી જયંતીભાઇ ગોકળભાઇ ઝાલાવડીયા રહે.ક્રાંકચ વાળને ગણતરીના દિવસોમાં પકડી પાડી પાડેલ ઉપરોકત કામગીરી ઙ્ગઅમરેલી તાલુકા પો.સ્ટે.ના તથા પો.સ.ઇ. એ.વી.સરવૈયા, પો.સ.ઇ.  ટી.એસ.રીઝવી  અમરેલી તાલુકા પો.સ્ટેના પો.સ્ટાફના માણસોએ સાથે મળી કરેલ છે.

(12:46 pm IST)