Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

માળિયાના કુંતાસી ગામની સીમમાં કોળી યુવાનની માથાના ભાગે બોથડ પ્રદાર્થ મારીને કરપીણ હત્યા ?

મૃતક ભરત કોળીના માથાના ભાગે ઇજાના નિશાન :પોલીસ તપાસ શરુ

 

મોરબી ;જિલ્લાના માળિયાના ગામની સીમમાં એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી છે માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે.

 અંગેની વિગત મુજબ માળિયાના કુંતાસી ગામની સીમમાં કોળી યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ આદરી હતી જેમાં મૃતક યુવાન ભરત કોળીને માથાના ભાગમાં ઈજાના નિશાન મળી આવતા હત્યાની આશંકા પ્રબળ બની હતી પોલીસે યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ ચલાવી છે.

  મૃતક યુવાન ભરત કોળી ડ્રાઈવિંગ કરતો હોવાની માહિતી મળી છે આ મામલે તપાસ ચલાવતી માળિયા પોલીસની ટીમે પણ હત્યાની આશંકા વ્યક્ત કરી એ દિશામાં તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું

(11:08 pm IST)