Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

મોરબીના ગાંધીબાગમાં તોતિંગ વૃક્ષ ઓચિંતું ધરાશાયી પાર્કિંગમાં રખાયેલ કારને નુકશાન ;પાલિકા ટીમ દોડી

મોરબીના ગાંધીબાગમાં એક તોતિંગ વૃક્ષ ઓચિંતું ધરાશાયી થતા પાર્કિંગમાં રહેલી કાર પર પડતા કારમાં નુકશાન થવા પામ્યું છે તેમજ અન્ય એક કારને પણ નુકશાન પહોંચ્યું છે. અંગેની વિગત મુજબ પરાબજારમાં આવેલી એસબીઆઈ બેંકની સામેના ગાંધીબાગમાં પાર્કિંગ બનાવવામાં આવ્યું છે જે બાગમાં જુના તોતિંગ વૃક્ષો પણ આવેલા હોય આજે એક વૃક્ષ અચાનક તૂટી પડ્યું હતું અને તોતિંગ વૃક્ષ ધરાશાયી બનતા પાર્કિંગમાં રાખેલી એક કાર પર પડતા કારને નુકશાની પહોંચી હતી તેમજ બાજુમાં રહેલી અન્ય કારના બોનેટ પર પણ નુકશાની થવા પામી છે. બનાવની જાણ થતા પાલિકાની ટીમ દોડી ગઈ હતી અને જેસીબી મશીનથી વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી

(11:07 pm IST)