Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

વાંકાનેર નજીક કચ્છના પદયાત્રી સંઘને અજાણ્યા વાહને હડફેટે બે મહિલાના મોત :બેને ગંભીર ઇજા : વાહન ચાલક ફરાર

વાંકાનેર નજીક જોધપર ખારી પાસે અજાણ્યા વાહને ઠોકરે ચડાવતા કચ્છના રાજીબેન શામજીભાઈ અને રાજીબેન ભીમાભાઈનું કરૂણમોત;ભોંગુભાઈને ગંભીર ;વાહન ચાલાક ફરાર

રાજકોટ :આજે રાત્રે વાંકાનેર નજીક કચ્છના પદયાત્રી સંઘને અજાણ્યા વાહને હડફેટે લેતા બે મહિલાના મોત નિપજયા છે જયારે અન્ય બે ને ગંભીર પહોંચી છે

   અંગે મળતી વિગત મુજબ કચ્છનો પદયાત્રીઓ વાંકાનેર નજીક પસાર થઇ રહયો હતો ત્યારે આજે રાત્રે જોધપર ખારી પાસે અજાણયા વાહને હડફેટે લેતા કચ્છના જવાહરનગરમાં રહેતા રાજીબેન શામજીભાઈ ચાડ (,,30)અને રાજીબેન ભીમાભાઈનું કરૂણમોત નીપજ્યું છે જયારે ભીમભાઈને ગંભીર ઇજા પહોંચી છે સિવાયના બે ને ગંભીર ઇજાને કારણે રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવા તૈયારીઓ ચાલુ થયાનું જાણવા મળે છે

  વધુમાં મળતી વિગત મુજબ કચ્છનો પદયાત્રીઓ ચોટીલા માતાજીના દર્શેને આવતો હતો ત્યારે વાંકાનેરથી 9 કી,મી, દૂર જોધપર ખારી પાસે અજાણ્યા વાહને ઠોકર મારી હતો અકસ્માત બાદ વાહન ચાલાક નાસી છૂટ્યો હતો

  બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસના પીએસઆઇ ગોસાઈ અને જેમલભાઈ સહિતના દોડી ગયા છે

 

(9:57 pm IST)