Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

જામનગરમાં ૪ સ્થળે દારૂના દરોડા

જામનગર તા. ૧૪ : જામનગરમાં પોલીસે ૪ સ્થળે દરોડા પાડીને દારૂ સાથે ધરપકડ કરી છે.

એલ.સી.બી. શાખાના એન.બી.જાડેજાએ તા. ૧૩ ના રોજ ઈન્કમ ટેકસ ઓફીસની બાજુમાં આવેલ ગલીમાંથી આ કામેના આરોપી આશીષ ભરતભાઈ વાઘેલા ઉ.વ. ર૩ અને જયદીપ બીપીનભાઈ પુરબીયા ઉ.વ. ૧૯ ને ગેરકાયદે ઇગ્લીશ દારૂની ૧ બોટલ કિંમત રૂ. ૪૦૦ ની એકટીવા મોટર સાયકલ કિંમત રૂ. ૩૦ હજારમાં લઈ નીકળતા ઝડપી પાડયા હતા.

એલ.સી.બી. શાખાના એસ.આર.ડાંગરએ તા. ૧૩ ના રોજ ન્યુ સ્કવેર કોમ્પલેક્ષવાળી ગલીમાંથી આ કામેના આરોપી મયુર નરશીભાઈ રાઠોડ અને રાજુ જીવણભાઈ રાઠોડને ગેરકાયદે ઇગ્લીશ દારૂની ૧ બોટલ કિંમત રૂ. ૪૦૦ ની મોટરકાર કિંમત રૂ. ૧ લાખમાં લઈ નીકળતા ઝડપી પાડયા હતા.

સીટી એ ડિવિઝનના આર.બી.ગાગીયાએ તા. ૧૩ ના રોજ રણજીતસાગર રોડ પર આવેલ સાધના કોલોની એલ–૧૦પ રૂમ નં. ૪૪૦૪ માં રહેતો રામભાઈ સુમાતભાઈ બધીયા ઉ.વ. ર૧ ના રહેણાંક મકાનેથી ગેરકાયદે ઇગ્લીશ દારૂની ૧૮ બોટલો કિંમત રૂ. ૯૦૦૦ સાથે ઝડપી પાડયો હતો.

સીટી એ ડિવિઝનના એસ.ડી.પરમારે તા. ૧૩ ના રોજ ૪૯ દિગ્વિજય પ્લોટમાંથી આ કામેના આરોપી દર્શન ઉર્ફે ખેતો હરીશભાઈ ચાંદ્રાને ઇગ્લીશ દારૂની ૧ બોટલ કિંમત રૂ. પ૦૦ સાથે ઝડપી પાડયો હતો.

તરસાઇ ગામેથી આંકડાશાસ્ત્રી ઝડપાયો

જામજોધપુર પોલીસ મથકના પી.બી.ખાચરએ તા. ૧૩ ના રોજ તરસાઈ ગામેથી આ કામેના આરોપી મહેન્દ્ર ગોવિંદજી સુરેજા ઉ.વ. પ૪ ને જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા રોકડ રૂ. ૧૭પ૦ સાથે ઝડપી પાડયો હતો જયારે ધીરજ સંભુભાઈ પટેલ નાશી ગયો હતો.

આઝાદ ચોકમાંથી આંકડાશાસ્ત્રી ઝડપાયો

જામજોધપુર પોલીસ મથકના વી.ડી.રાવલીયાએ તા. ૧૩ ના રોજ આઝાદ ચોક પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રહેલા ચંદુ ઉર્ફે મકકાપીર નારણદાસ નથવાણી ઉ.વ. ૭પ ને રેઈડ દરમ્યાન રોકડ રૂ. ર૩૯૦ સાથે ઝડપી પાડયો હતો જયારે કાના હંસારાજભાઈ મણવર નાશી ગયો હતો.

(4:41 pm IST)