Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

જુનાગઢમાં જુગાર રમતા પ શખ્સો રોકડ સાથે ઝડપાયા

જુનાગઢ, તા., ૧૪: આઇજીપી  રાજકુમાર પાંડીયનની સુચનાથી જીલ્લાઓમાં પ્રોહી/જુગારની પ્રવૃતિને બંધ કરવાના અભિયાનરૂપે અન્વયે આરઆર સેલના  પો.સ.ઇ. ડી.બી.પીઠીયાના માર્ગદર્શન હેઠળ આરઆરસેલની ટીમે માલીવાળા રોડ, સોની ડેલી જુનાગઢમાં દરોડો પાડયો હતો.

જેમાં જુગાર રમતા (૧) કિશોર હંસરાજ પોપટ (ર) કિશોર લખમણ દેવળીયા (૩) એઝાન સીદીક ચામડીયા (૪) અસ્લમ સતાર ગાજીપરા (પ) પાર્થ લલીત દેવાણી રે. બધા જુનાગઢ વાળાને જુગાર રમતા રોકડ રૂ. ૧૧૮પ૦ તથા મોબાઇલ નંગ-૪ કિ. રૂ. ૬પ૦૦ મળી કુલ કિ. રૂ. ૧૮૩પ૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી એ ડીવીઝન પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરેલ છે. આ કામગીરીમાં પો.સ.ઇ.ડી.બી. પીઠીયા તથા સ્ટાફના સંજયભાઇ દેવરે, ગીરૂભા, પદુભા વિ. સ્ટાફએ કરેલ છે.

(4:40 pm IST)