Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

વેરાવળના ગોવિંદપરાના ખેડૂતનું મંજુર થયેલ ખેતીવાડી કનેકશન બોગસ સહિત કરી અન્ય ને ફાળવણી દેતા પોલીસ ફરીયાદ

ર૦૧પના કૌભાંડમાં તત્કાલીન નાયબ ઇજનરે, જુનીયર ઇજનેર, હેલ્પર સહિત ૧૦ સામે ફરીયાદ નોંધાય

વેરાવળ, તા. ૧૪:  ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ  તાલુકામાં ત્રણ વર્ષ પહેલા ૩/૪/૧૪થી ૧પ/૧/૧પ સુધીના સમયગાળામાં પીજીવીસીએલ અધિકારીઓ, હેલ્પર સહિતના ૧૦ દ્વારા ગોવિંદપરાના ખેડૂત શબ્બીર હુસેન સુમરાને મંજુર થયેલ વીજ કનેકશન બોગસ સહી કરી અન્યને ફાળવાના બનાવમાં રજુઆતો બાદ અંતે ફરીયાદ નોંધાતા પોલીસે ૧૦ સામે ફરીયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તા. ૩/૪/૧૪ થી ૧પ/૧/૧પ સુધીના સમયગાળામાં ગોવિંદપરાના ખેડુત શબ્બીર હુસેન સુમરાને ખેતીવાડી માટેનું વીજ કનેકશન મંજુર થયું હતું. પરંતુ પીજીવીસીએલ ત્યારના નાયબ ઇજનેર જે.સસી. રૈયાણી, જુનીયર એન્જીનીયર ડી.ડી. ડોડીયા, હેલ્પરો એન.ટી. વાઘેલા, બોગસ બાહેધરી પત્રમાં સહી કરનાર ગૌસ્વામી મનુગીરી તેમજ સાક્ષીમાં સહિ કરનારા આજોઠાના જેસા રાજસી બારડ, છાત્રોડાના કિશોર કાનભાઇ રામ, ૩/૪/૧૪ના રોજ પ્રભાસ પાટણ કાર્યપાલક ઇજનેરને મંજુરી કામ મોકલાવનાર જવાબદાર વેરાવળ તથા પ્રભાસપાટણ અધિકારી ૧પ/૧/૧પના રોજ કવોટેશન અને ટેસ્ટ રીપોર્ટ મંજુર કરનાર અધિકારી એમ કુલ ૧૦ સામે શબ્બીર હુસેનનું વીજ કનેકશન વેરાવળના ઇકબાલ સુલતાન રાઠોડના પિતાના નામે બોગસ સહીઓ કરી મળ્યું હતુ તેની સામે પણ આઇપીસી કલમ ૪૬૬, ૪૬૭, ૪૬૮, ૪૬૧, ૪૭૧, ૪ર૦, ૪૦૬, ૧ર૦ બી ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વેરાવળના ગોવિંદપરાના ખેડૂતનું મંજુર થયેલ ખેતીવાડી કનેકશન બોગસ સહિત કરી અન્ય ને ફાળવણી દેતા પોલીસ ફરીયાદ

ર૦૧પના કૌભાંડમાં તત્કાલીન નાયબ ઇજનરે, જુનીયર ઇજનેર, હેલ્પર સહિત ૧૦ સામે ફરીયાદ નોંધાય

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૧૪:  ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ  તાલુકામાં ત્રણ વર્ષ પહેલા ૩/૪/૧૪થી ૧પ/૧/૧પ સુધીના સમયગાળામાં પીજીવીસીએલ અધિકારીઓ, હેલ્પર સહિતના ૧૦ દ્વારા ગોવિંદપરાના ખેડૂત શબ્બીર હુસેન સુમરાને મંજુર થયેલ વીજ કનેકશન બોગસ સહી કરી અન્યને ફાળવાના બનાવમાં રજુઆતો બાદ અંતે ફરીયાદ નોંધાતા પોલીસે ૧૦ સામે ફરીયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.

(4:39 pm IST)