Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

વંથલી પાસે ટ્રક હડફેટે ડાયાભાઇ રાવળદેવનું મોત

જૂનાગઢ તા. ૧૪ :.. વંથલી પાસે ટ્રક હડફેટે બાઇક સવાર ડાયાભાઇ રાવળદેવનું મૃત્યુ નિપજયું હતું.

આ અકસ્માતની વિગતો એવી છે કે, કોડીનાર તાલુકાનાં વિઠ્ઠલપુર ગામનાં રાવળદેવ ડાયાભાઇ દાનાભાઇ પરમાર નામનાં આઘેડ ગઇકાલે સાંજે તેમના જીજે-૩-એએલ-પપ૩૮ નંબરના મોટર સાયકલ પર બેસીને વંથલી પાસેનાં હાઇવે પરની ઓઝત નદીના પુલ નજીકથી પસાર થતા હતાં.

ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલા જીજે-૧૦-વી- પર૩ર નંબરના ટ્રકે ડાયાભાઇને બાઇક સહિત હડફેટમાં લીધા હતાં. જેમાં તેમનું ગંભીર ઇજા થવાની મૃત્યુ થયુ હતું.

અકસ્માત અંગે વંથલી પોલીસે મૃતકનાં પુત્ર અજય ઉર્ફે અજીતની ફરીયાદ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

 

(4:21 pm IST)