Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

જૂનાગઢ માંગનાથ રોડ પર કપડા બદલવા જેવી નજીવી બાબતે ચાર શખ્સોએ વેપારી બંધુને માર માર્યો

પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લીધાઃ જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું કરાવ્યું ભાન

 જૂનાગઢ, તા. ૧૪ :. જૂનાગઢ શહેરના માંગનાથ  રોડ પર આવેલા શ્રી રાજ કોમ્પલેક્ષમાં કલાસીક જીન્સ વેર નામની દુકાન આવેલી છે.

જ્યાં ગઈકાલે સાંજે ચાર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને કપડા બદલવા જેવી નજીવી બાબતે માથાકુટ કરી હતી અને બાદમાં કમલેશભાઈ ઘનશ્યામભાઈ લખયાણી અને તેના ભાઈ પરેશ ઘનશ્યામદાસ લખયાણી ઉપર હુમલો કર્યો હતો. જેમાં આ બન્ને ભાઈઓને ઈજા થયેલ.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ બનાવની ગંભીરતા ધ્યાને લઈ એસપી નિલેશ જાજડીયાએ તાત્કાલીક આરોપીને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવવા આપેલ આદેશના પગલે ડીવાયએસપી એમ.એસ. રાણા એ-ડિવીઝન  પી.આઈ. પી.એન. ગામેતી એલસીબીના ઈન્ચા. પી.આઈ. આર.કે. ગોહિલ તથા સ્ટાફ એસ.ઓ.જી. એ-ડિવીઝન ડી સ્ટાફ ડીવાયએસપી સ્કવોડે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને ઝડપી લઈ દિવાનચોક ખાતેથી જાહેરમાં સરઘસ કાઢી પ્રજા પાસે વેપારી પાસે માફી મંગાવી હતી અને કપડાની દુકાનમાં જ્યાં માથાકુટ કરી હતી ત્યાં માંગનાથ રોડ, એમ.જી. રોડ, આઝાદ ચોક મુખ્ય માર્ગો પર આ આરોપીઓનું પોલીસે સરઘસ કાઢતા તેને જોવા લોકોના ટોળા એકત્ર થયા હતા.

(4:21 pm IST)