Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ટંકારા પાસે રાજકોટનો મહેબુબ ર૩ બોટલ દારૂ સાથે પકડાયો

 ટંકારા, તા. ૧૪ :  ટંકારા તાલુકાની ખીજડીયા ચોકડી નજીકથી વિદેશી દારૂ સાથે રાજકોટના શખ્સને ટંકારા પોલીસે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ ટંકારા તાલુકાની ખીજડીયા ચોકડી નજીક ટંકારા પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ત્યાંથી પસાર થતા હીરો હોન્ડા બાઈક શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તલાસી લેતા વિદેશી દારૂ બોટલ નંગ-૨૩ કીમત રૂ.૨૩૦૦ અને બાઈક કીમત રૂ.૨૫૦૦૦ એમ કુલ મુદામાલ ૨૭૩૦૦ સથે રાજકોટ ગણેશનગર શેરી-૧૦માં રહેતો મહેબુબ કરીમભાઈ કચરોટીયા (ઉ.૨૧) ને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.(૯.૯)

(1:43 pm IST)
  • રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 10:38 am IST

  • નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગતા તોગડીયા : વિહપીના આંતરરાષ્ઠ્રીય પ્રમુખ ડો. પ્રવિણભાઈ તોગડીગયાએ નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગ્યો છે : પત્રમાં લખ્યુ છે કે આશા રાખુ છુ કે આ પત્રનો સરકારી રાહે જવાબ નહિં આવે, એક વિખૂટો પડેલ મિત્ર ફોન ઉઠાવીને વાત કરીને મળવાનો સમય નક્કી કરશે access_time 6:15 pm IST

  • ગાજામાં ફિલિસ્તાની વડાપ્રધાનના કાફલા ઉપર હુમલોઃ૬ સુરક્ષાકર્મી ઘાયલ :ગાજામાં ફિલિસ્તાનના વડાપ્રધાન રમી હમદુલ્લાહના કાફલાને નિશાનો બનાવી કરેલ હુમલામાં ૬ સુરક્ષાકર્મી ઘાયલ : ત્રણ વાહનનોને નુકશાન : જો કે હમદુલ્લાહને આ હુમલાથી ઈજા થઈ નથી, પરંતુ ફિલિસ્તાને આ હુમલાને હત્યાની કોશિશનો કરાર આપ્યો : ફિલિસ્તાનના ગાજા અને વેસ્ટ બેન્ક વિસ્તારમાં જુદા-જુદા ગુટોનું શાસન છે access_time 4:19 pm IST