Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

વેસ્ટર્ન ડિપ્રેશનના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઇ બંદરો ઉપર ૧ નંબરનું સિગ્નલ હજુ યથાવત

જો કે માછીમારો માટે ચિંતાનુ કોઇ કારણ નથીઃ સાવચેતી રૂપે તંત્રના એલર્ટના આદેશ : આવતા ૪૮ કલાકમાં તામિલનાડુ અને કેરળમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી થઇ છે

રાજકોટ તા.૧૪: વેસ્ટર્ન ડિપ્રેશનના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઇ બંદરો ઉપર ૧ નંબરના સિંગ્નલ રાખવામાં આવેલ છે જે હજુ યથાવત છે અને હજુ ૨૪ કલાક રખાશે.

જો કે માછીમારો દરિયામા હોવા છતા કોઇ ચિંતાનું કારણ નથી પરંતુ સાવચેતીરૂપે  આ સિગ્નલ હોવાનુ વેરાવળના માછીમાર સમાજના અગ્રણી વેલજીભાઇ મસાણીએ જણાવ્યુ હતુ.

દક્ષિણ ભારતના તિરૂઅંનતપુરમથી ૩૯૦ કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઇ બંદરો પર ૧ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત પોરબંદર, વેરાવળ, નવલખી, જાફરાબાદ અને કંડલા સહિતના બંદરો પર તંત્રએ એલર્ટના આદેશ આપ્યા છે. અને ડિપ્રેશનના કારણે દરિયામાં કરંટ વધી ગયો હોવાથી માછીમારોને પણ સાવધ રહેવાની સૂચના અપાઇ છે.

દક્ષિણ ભારતના તિરૂઅંનતપુરમથી ૩૯૦ કિમી દૂર અરબી સમુદ્રમાં ડિપ્રેશન સરજાતા પોરબંદરના બંદર ઉપર એક નંબરનુ સિગ્નલ લગાડવામાં આવ્યું છે જો કે આ ડિપ્રેશનની અસર પોરબંદરના દરીયા કિનારે નહી થાય. છતા આગમચેતીના ભાગ રૂપે હવામાન વિભાગની સૂચનાથી સિગ્નલ લગાવાયુ છે હાલ કોઇ ચેતવણી આપવામાં આવી નથી. ડિપ્રેશનની અસર કયાં સુધીમાં ગુજરાતના દરીયા કિનારે થશે તે અંગેની કોઇ સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી.

ઉપરાંત જૂનાગઢ જિલ્લાના માંગરોળ તેમજ મોરબી જીલ્લાના એકમાત્ર નવલખી બંદર પર આજે સાંજના સમયે એક નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે. તેમજ ડીપ ડિપ્રેશનની અસર આગામી ૪૮ કલાક સુધી રહી શકે છે જેથી કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે સિગ્નલ ૧ કાર્યરત કરવામાં આવ્યું છે અને નવલખી બંદર પર સિગ્નલ એક કાર્યરત કરવામાં આવ્યું છે.આ મામલે કેપ્ટન એ.બી. સોલંકીએ જણાવ્યું હતું કે કોઇ ભયજનક સ્થિતિ નહીં પણ સાવચેતીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી છે.

માળીયાના નવલખી બંદરે  એક નંબરનું સિગ્નલ

મોરબીઃ જીલ્લાના એકમાત્ર નવલખી બંદર પર કાલે સાંજના સમયે એક નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યુ છે. તેમજ ડીપ ડીપ્રશેનની અસર આગામી ૪૮ કલાક સુધી રહી શકે છે જેથી કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે સિગ્નલ ૧ કાર્યરત કરવામાં આવ્યું છે અને નવલખી બંદર પર સિગ્નલ એક કાર્યરત કરવામાં આવ્યું છે ત્યારે આ મામલે કેપ્ટન એ.બી.સોલંકીએ જણાવ્યું હતું કે કોઇ ભયજનક સ્થિતિ નહિ જોકે સાવચેતીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી છે અને હજુ ૨૪ કલાક એક નંબરનુ સિગ્નલ રાખવામાં આવશે.

જુનાગઢ વિસ્તારના તાપમાનમાં વધારો

 જુનાગઢ, તા., ૧૪: જુનાગઢ વિસ્તારના તાપમાનમાં સવારથી વધારો થયો છે. ગઇકાલે સવારે લઘુતમ તાપમાન ર૦.૯ ડીગ્રી રહયા બાદ આજે સવારે તાપમાન વધીને ર૧.૯ ડીગ્રી થઇ ગયું હતું. વાતાવરણમાં ભેજ ઘટીને ૩૦ ટકા થયેલ અને પવનની ઝડપ વધીને ૬.ર કિ.મી.ની રહી હતી.

(1:36 pm IST)