Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ગોંડલ ઉપર જળસંકટઃડેમોમાં એક મહિનો ચાલે તેટલો પાણીનો જથ્થો

ધારાસભા તથા પાલિકા પ્રમુખ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત : વાછપટી તથા ગોંડલી ડેમમાંથી પાઈપલાઈન દ્વારા વેરી તળાવમાં પાણી ઠલાવવા માંગણી

ગોંડલ, તા.૧૪ : શહેરના જીવાદોરી સમાન વેરી તડાવ આશાપુરા ડેમ તેમજ સેતુબંધ ડેમમાં રહેલ પાણીનો જથ્થો શહેરને માત્ર એક માસ ચાલે તેટલો જ હોય એક માસ બાદ પાણીની વિકટ સમસ્યા થવાના એંધાણ થતા ધારાસભ્ય તેમજ પાલિકાતંત્ર દ્વારા જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તેમજ પાલિકાના પ્રમુખ મનિષાબેન સાવલિયા, ઉપ પ્રમુખ હર્ષદભાઈ વાઘેલા, ચંદુભાઈ ડાભીએ જિલ્લા કલેકટર સિંચાઇ પેટા વિભાગ તેમજ ગાંધીનગર સહિત ઉચ્ચકક્ષાએ પત્ર લખી જણાવ્યું હતું કે શહેરના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં માત્ર એક માસ ચાલે તેટલું જ પાણી છે. એક માસ બાદ પાણીની વિકટ સમસ્યા ઉભી થવાના એંધાણ થયેલ છે તો ગોંડલ શહેરને વાછપરી અને ગોંડલી ડેમમાંથી વેરી તળાવમાં પાણી પહોંચાડવા ની તાકીદની જરૂર છે. તેમજ ઉપરોકત ડેમમાંથી પાઇપલાઇન નાંખવા અથવા રાજકોટ કોર્પોરેશન હસ્તકની ભાદર પાઇપલાઇનમાંથી અને પાણી આપવા માંગ કરવામાં આવી છે.

ગત માસે મળેલી મિટિંગમાં કલેકટર દ્વારા વાછપરી અને ગોંડલી ડેમમાંથી વેરી તળાવમાં પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવા દરખાસ્ત તાકીદે તૈયાર કરવા સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને આ કામનું એસ્ટીમેટ રૂપિયા ૧૬ કરોડ જેવું થયું છે. પરંતુ કલેકટર તંત્રના અધિકારીઓ અને પાલિકા કચેરીના અધિકારીઓએ વાછપરી અને ગોંડલી ડેમની સ્થળ મુલાકાત કરતા જો આ બંને ડેમમાંથી નદી વાટે પાણી છોડવામાં આવે તો રસ્તામાં આવતાં બધાં ચેકડેમો તથા નાળાઓ છલકાઇ જતા હોય વેરી તળાવમાં આસાનીથી પાણી પહોંચી શકે તેમ છે, ફકત ૫ ટકા જેટલો જ પાણીનો લોસ થાય તેમ છે, જેથી વેરી તળાવમાં પાણી પહોંચાડવા આ રસ્તો આ રસ્તો દ્યણો આ રસ્તો ઘણો સરળ છે, જયારે પાઇપ લાઈન નાંખવી ખૂબ જ જરૂરી છે જેથી ભવિષ્યમાં ગોંડલમાં પાણીની વિકટ સમસ્યા ન સર્જાય માટે આ અંગે તાકીદે યોગ્ય કરવા અંતમાં જણાવ્યું હતું.

(12:52 pm IST)
  • દુબઈની રાજકુમારી શેખ લાતિફા ગોવાથી લાપત્તા : દુબઈની રાજકુમારી અને શેખ મોહમ્મદ બિન રાશિદ સઈદ અલ મકતૌમની પુત્ર શેખ લાતિફા (ઉ.વ.૩૨) ગોવાથી લાપત્તા થઈ હોવાના અહેવાલો : ઉલ્લખનીય છે કે, આ અગાઉ લાતિફાને ઘરમાંથી ભાગવાની કોશિશ કરવાના આરોપમાં ત્રણ વર્ષ સુધી પૂરીને રાખવામાં આવી હતી : તેના તુરંત બાદ જ તે અમેરીકામાં રાજનૈતિક શરણ લેવા ઈચ્છતી હતી access_time 4:20 pm IST

  • ભવ્ય વિજય : અભિનંદન :હાલના શાસનના અંતનો પ્રારંભ થયો છે :મમતા બેનરજીએ ટ્વીટ કરીને માયાવતીજી અને અખિલેશ યાદવને ઉ.પ્ર.ના વિજય માટે અભિનંદન આપ્યા access_time 5:14 pm IST

  • રશિયાની હોસ્ટેલમાં ગુજરાતના વાળંદ પરીવારના વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુઃ આઘાત : મહીસાગર જિલ્લાનાં રમેશભાઈ વાળંદના પુત્ર ક્રિસ્ટલનું ૧૧મીએ રશિયાની હોસ્ટેલમાં કરૂણ મોત : તેનો મૃતદેહ ૧૬મીએ તેના વતન ''બાકોર'' લાવવામાં આવશે : ક્રિસ્ટલના પિતા રમેશભાઈ સોમાભાઈ વાળંદ લશ્કરમાં ફરજ બજાવતા હતા, પુત્રના મૃતદેહને ભારત લાવવા ભારે પ્રયાસો કરવા પડ્યા હતા access_time 6:14 pm IST