Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ધોરાજીમાં ર૦ બોટલ દારૂ સાથે મોટર સાયકલ ચાલક પકડાયોઃ ડેકીમાં સંતાડયો'તો

મુકેશ નામના શખ્સ પાસેથી પ૯ હજારનો મુદામાલ કબ્જે

ધોરાજી તા. ૧૪ :.. અહીયા નવનિયુકત પી. આઇ. એમ. વી. ઝાલાને મળેલી બાતમીના આધારે ડી. સ્ટાફની ટીમે બજારમાં વોચ ગોઠવી મોટર સાયકલની ડેકીમાં સંતાડેલો ર૦ બોટલ દારૂ સાથે મુકેશ નામના શખ્સને પકડી પાડયો હતો.

જેમાં પોલીસે દારૂ મોબાઇલ, રોકડ રૂ. ૧૦,૮૩૦ અને મોટર સાયકલ સહિત રૂ. પ૯,૪૩૦ નો મુદામાલ કબ્જે કરી વી. એન. ચાવડા, પી. એસ. ઓ. લાલજીભાઇ મકવાણા સહિતનાએ પુછતાછ સહિતની કાર્યવાહી કરી હતી.

(12:40 pm IST)