Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

કાલાવડમાં દારૂ સાથે છોટા ઉદેપુરનો અરવિંદ રાઠવા ઝડપાયો

કાલાવાડ-જામનગર, તા. ૧૪ : પોલીસ અધિક્ષક પ્રદી શેજુળ  જામનગરનાઓ તેમજ મદદનીશ પો. અધિ. એચ.પી. દોશીની સુચનાથી પોલીસ ઇન્સ. એસ.એસ. ભદોરીયા તથા પો.સબ ઇન્સ. એસ.એમ. આનંદ, પો. સ્ટાફના પો. હેડ કોન્સ. સલીમભાઇ એમ. નોયડા તથા પો.કોન્સ. રણજીતસિંહ હેમુભા જાડેજા તથા પો. કોન્સ. માલદેવસિંહ ભરતસિંહ ઝાલા વિગેરે પ્રોહી-જુગારની ગે.કા. પ્રવૃતિ ડામવા અંગે પેટ્રોલીંગમાં હતાં

તે દરમ્યાન પો. હેડ કોન્સ. સલીમ એમ. નોયડા તથા પો. કોન્સ. રણજીતસિંહ જાડેજા તથા પો. કોન્સ. માલદેવસિંહ બી. ઝાલાને સંયુકત રીતે તેઓના અંગત બાતમીદારોથી હકીકત મળેલ કે પી.ડબલ્યુ ડી. સર્કલ પાસે એક ઇસમ ઇંગ્લીશ દારૂનો માતબર જથ્થો લઇ આવેલ છે અને નાશી જવાની ફીરાકમાં છે જેથી અરવિંદ રેવજી રાઠવા જાતે ઉ.વ.ર૪ ધંધો-ખેતી રહે. અત્રોલી ધુંધા પીપળા ફળીયુ તા. છોટા ઉદેપુર જી. દાહોદ વાળાએ પોતાના કબ્જામાં ગે.કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૮૪ કિ. રૂ. ૪ર૦૦૦ તથા મો.ફોન એક કિ. રૂ. પ૦૦ મળી કુલ-૪ર,૦૦ના મુદામાલ સાથે મજકુરને પકડી પાડી પો.ઇન્સ. એસ.એમ. ભદોરીયાએ ધોરણસર અટક કરી મજકુર વિરૂદ્ધ ધોરણસર થવા સાથેના પો.કોન્સ. રણજીતસિંહ જાડેજાએ ફરીયાદ આપેલ છે. આરોપીની પૂછપરછ કરતા ઇંગ્લીશ દારૂનો માતબર જથ્થો જામનગર જીલ્લાના સુમરી ભલસાણ ગામ રહેતા ખોડાભાઇ રણછોડભાઇએ ગે.કા. વેચાણ અર્થે મંગાવેલ હોવાનું જણાવતા મજકુર ઇસમને સદરહુ ગુન્હાને પકડી પાડવા આગળની તપાસ પો. ઇન્સ. એસ.એસ. ભદોરીયા સા.જાતેથી ચલાવી રહ્યા છે.

કામગીરી કાલાવડ ટાઉન પો.સ્ટે. એસ.એસ. ભદોરીયા તથા પો. સબ ઇન્સ. એસ.એસ. આનંદ તથા પો. સ્ટાફના પો. હેડ કોન્સ. સલીમ એમ નોયડા તથા પો. કોન્સ. રણજીતસિંહ જાડેજા તથા પો. કોન્સ. માલદેવસિંહ બી. ઝાલાએ કરેલ છે.

(12:32 pm IST)