Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

મહાનત્તમ પ્રાચીન ગ્રંથ દ્વારા આપણા પરિવારોમાં સંસ્કૃતિ - સંસ્કારો જળવાયાઃ પૂ. કનકેશ્વરીદેવી

મોરબીના શ્રી ખોખરા હનુમાનજી મંદિરે આયોજીત ભાગવત કથામાં ઉમટતા ભાવિકો

મોરબી તા. ૧૩ : ગરવા ગિરનારના સિદ્ઘાવતાર સમર્થ સદગુરુ પ. પૂ. કેશવાનંદ બાપુની સાધનાભૂમિ, તપોભૂમિ, ભજનભૂમિ એવા કે જે ખૂબ ઝડપથી ઉલ્લેખનીય તીર્થધામ તરીકે આકાર પામી રહ્યું છે જયાં સંસ્કૃત પાઠશાળા ચાલી રહી છે, જયાં ૮૦ થી વધારે ઋષિકુમારો વેદની ઋચાઓ કંઠસ્થ કરી રહયા છે એવા ખોખરા હનુમાનજી ધામ મુકામે ઙ્ગમહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પ. પૂ. માઁ કનકેશ્વરીદેવીજીના શ્રીમુખે શ્રીમદ્દ ભાગવતકથાનો પ્રારંભ તા. ૧૦. ૦૩.૨૦૧૮ ના રોજ પ્રારંભ થયા બાદ નિયમિત કથા શ્રવણનો ભકતો લાભ લઇ રહ્યા છે.

૧૭ દિવસના મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતીઙ્ગ જેમાં મહામંડલેશ્વર પ. પૂ. શ્રી ભારતીજીબાપુ, મહામંડલેશ્વર પ. પૂ. શ્રી કનિરામ બાપુ, મહામંડલેશ્વર પ. પૂ. શ્રી જગજીવનદાસ બાપુ, મહંતશ્રી જગદીશચંદ્રજી અધ્યક્ષશ્રી, પંચાયતી આનંદ અખાડા, પ. પૂ. મહંતશ્રી ધનંજય ગિરી બાપુ, પ. પૂ મહંત શ્રી શિવરામદાસબાપુ કબીર આશ્રમ મોરબી, ઔઢા નાગેશ્વરના મહંત શ્રી પ.પૂ લોકેશ ચૈતન્યજી મહારાજઙ્ગ પ. પૂ શ્રી ભરતદાસજી, પ. પૂ શ્રી કલ્યાણાનંદજી માતાજી, પ. પૂ. અવધેશદાસજી મહારાજ પ. પૂ. નગાભગત, પ. પૂ. બરફાની બાપુ બદ્રીનાથ, મહંતશ્રી દેવીપ્રસાદજી મહારાજ અણદાબાવા આશ્રમ, પ. પૂ. શ્રી આત્માનંદ સરસ્વતીજી બોટાદ, પ. પૂ શ્રી પ્રભુચારણદાસજી ટંકારા, પ. પૂ. શ્રી દામજીભગત બગથળા, પ.પૂ શ્રી આત્માનંદજી માતાજી ભચાઉ, પ. પૂ ઇન્દ્રભારતી બાપુ જૂનાગઢ, પ.પૂ મુકતાનંદભારતી બાપુ ઘાટવડ, પ. પૂ. જમનભારતી બાપુ ઘાટવડ, પ.પૂ. અભયગીરીબાપુ જૂનાગઢ, પ. પૂ. મૌનીબાબા, પ. પૂ. ઋષિકુમારીજી માતાજી નાગડાવાસ, પ. પૂ.રંજન માતાજી, પ. પૂ. હરીદાસજી માતાજી, પ. પૂ. લાલદાસજી માતાજી, વિ. ધર્માંચાર્યશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કથાના મુખ્ય યજમાન દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક તેઓના પરિવાર સાથે જોડાયા હતા મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ આ શોભાયાત્રામાં સામેલ રહ્યા હતા. વિશેષ સહયોગી યજમાન સવિતાબેન દેવજીબાપા કૈલા, ભગુભાઈ પટેલ, રમણભાઈ પટેલ, ઙ્ગબીપીનભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ પટેલ, હિતેશભાઈ ચાવડા, ઙ્ગપરસોત્ત્।મભાઈ કુંડારીયા, ઙ્ગકમલેશભાઈ વરસડા, મુકેશભાઈ પટેલ, રમેશભાઈ મોરડીયા, ઙ્ગવિઠ્ઠલભાઈ પાંચોટિયા, રવજીભાઈ પટેલ, સવજીભાઈ સુરાણી, માવજીભાઈ પટેલ, ઙ્ગમુકેશભાઈ ભડીયાદ, પ્રભાતસિંહ અમરનગર, પ્રવીણભાઈ પટેલઙ્ગ ઉપરાંત અનેક ગામોના સરપંચ, આગેવાનો પોતાના પરિવારો સાથે બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા.

શોભાયાત્રાના પ્રથમ દિવસે શ્રીમદ્દ ભાગવત નું માહાત્મ્ય જણાવતા પૂ. માલૃલૃ કનકેશ્વરીદેવીજીએ જણાવ્યું હતું કે આ મહાનતમ પ્રાચિન ગ્રંથ દ્વારા આપણા પરિવારોમાં સંસ્કૃતિ અને સંસ્કારો જળવાયા છે પોતાની રસાળ અને મધૂર શૈલીમાં ભાગવતના રહસ્યો ઉદ્દઘાટન કર્યા હતા. સહસ્ત્રચંડી યજ્ઞના આચાર્ય અને પ્રખર વિદ્વાન હસુભાઈ પંડ્યા કથાનું સંચાલન કરી રહ્યા છે પ્રતિ રોજ રાત્રે ભજન, સંતવાણી, ડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમો વિ.નું પણ આયોજન છે તા. ૧૮.૦૩.૨૦૧૮ રવિવારથી સહ સ્ત્રચંડી મહાયજ્ઞ પ્રારંભ થશે અને ૨૬.૦૩.૨૦૧૮ સુધી રોજ રાત્રે વૃંદાવનની વિશ્વવિખ્યાત રાસ મંડળી દ્વારા 'રાસલીલા' ના વિવિધ એપિસોડ દર્શાવવામાં આવશે ઙ્ગમોરબી વિસ્તારની તમામ ધર્મપ્રેમી જનતાને પૂ. માઁ ની કથા, રાત્રી દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો, સહ સ્ત્રચંડી મહાયજ્ઞ અને રાસલીલા વિ. મહોત્સવોમાં જોડાવા આયોજન સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.

(12:13 pm IST)