Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

વાંકાનેરમાં ટ્રાફીક સમસ્યા ઉકેલનાર અધિકારી-પદાધિકારીઓનું સન્માન

વાંકાનેર : અહીયા મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ટ્રાફીક સમસ્યાનો ઉકેલ લાવવા એકશન પ્લાન તૈયાર કરી કાર્યવાહી શરૂ કરનાર પી. આઇ. બી. ટી. વાઢીયા, પાલિકાનાં ચીફ ઓફીસર ગીરીશભાઇ સરૈયા, પી. એસ. આઇ. રામદેવસિંહ જાડેજા, ભાજપ અગ્રણી નેતા અને પુર્વ નગરપતિ જીતુભાઇ સોમાણી, પાલીકાના ઇન્ચાર્જ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજાની કામગીરીને બીરદાવવા માટે અલ્પાબેન સોલંકી, ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય ગીતાબેન ચાવડા, માલતીબેન કોટક, હર્ષાબેન મહેતા, નિશાબેન, હર્ષાબેન જોબનપુત્રા અને પાલિકાના મહીલા સદસ્યો ભાવનાબેન પાટડીયા, અંજનાબેન રાઠોડ, રીટાબેન રાઠોડ, સહિતના દ્વારા પાલિકાના મધ્યસ્થ હોલમાં સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં પ્રારંભે મહીલા અગ્રણીઓએ અધિકારીઓ અને પદાધીકારીઓ દ્વારા પ્રજાની સુખાકારી માટે થયેલા કાર્યને શબ્દોથી બિરદાવા સાથે જ શહેરના વિકાસના કામો અવિરત પણે ચાલુ રહે તેવી અપેક્ષા વ્યકત કર્યા બાદ પુષ્પગુચ્છ, શાલ અને સન્માન પત્ર આપી સન્માનીત કરાયા હતાં. સાથે સાથે સન્માનીત અધિકારીઓ, પદાધિકારીઓએ પણ પ્રજાને સાથ-સહકાર કાયમ મળતો રહે અને ફરી  ટ્રાફીક સમસ્યા સર્જાઇ નહી તેનું ધ્યાન રાખી કાયદાનું પાલન કરવા સાથે સાથે હજૂ પણ જે જે જગ્યાએ ગેરકાયદે દબાણો છે, તે લોકોએ સ્વેચ્છાએ દુર કરવા આશા વ્યકત કરી હતી. તસ્વીરોમાં પ્રજાલક્ષી કામગીરી બદલ વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓનું સન્માન થતું દર્શાય છે. (તસ્વીર - અહેવાલ : નિલેશ ચંદારાણા, વાંકાનેર)

(12:08 pm IST)