Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ભાવનગરમાં તોફાન કરતા પ વર્ષના બાળકને સગી માતાએ ફુટપટ્ટીથી બેફામ માર માર્યો

ભાવનગર : પ વર્ષનો બાળક તોફાન કરતો હોય માતાએ ફુટપટ્ટી વડે તેને બેરહેમીથી માર મારતાં પાડોશીએ બાળકને હોસ્પીટલ ખસેડાયો હતો. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(મેઘના વિપુલ હીરાણી) ભાવનગર તા. ૧૪ :.. ભાવનગર શહેરમાં નિષ્ઠુર માતાએ પાંચ વર્ષનાં બાળકને ફુટપટ્ટી વડે બેરહેમીથી માર માર્યો હતો. શહેરનાં સીંધુનગર વિસ્તારમાં રહેતાં પાંચ વર્ષનો બાળક તોફાન કરતો હોય તેની માતાનો ગુસ્સો  સાતમા આસમાને પહોંચતા આ સગા પુત્રને ફુટપટ્ટીથી માર મારતાં પાડોશી દોડી આવ્યા હતા. માતાની ચુંગાલમાંથી બાળકને છોડાવી તેને હોસ્પીટલ ખસેડેલ. આ અંગે પોલીસે માતા સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.  આ બનાવની જાણ થતા પાડોશીઓ એકત્ર થઇ ગયા હતા અને આ પ વર્ષના બાળકને સારવાર માટે હોસ્પિટલે ખસેડયો હતો. (પ-૧૩)

(11:11 am IST)