Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સમાજ સેવામાં યોગદાન આપનાર મહિલાઓનું સન્માન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી અંતર્ગત પ્રેરણાદાયી કાર્યશૈલી દ્વારા સમાજ સેવામાં યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તે પ્રસંગની તસ્વીર ગ્રુપ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજભાભઇ નથવાણીના માર્ગદર્શન હેઠળ રિફાઇનરી આસપાસના કાનાલુસ, સેતાલુસ, પડાણા, મોટી ખાવડી, નાની ખાવડી, સિકકા, વસઇ તથા રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશીપની સેવા કાર્યરત મહિલાઓને તેમની ઉમદા કામગીરી બદલ પ્રશસ્તી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા ટાઉનશીપની બહેનો સીએસઆર ટીમ સાથે સ્વયંસેવક તરીકે જોડાઇ વિવિધ ગામોની પ્રાથમીક શાળાઓમાં શિક્ષણ ઉત્કર્ષની પ્રવૃતિમાં યોગદાન આપે છ.ેઆ પ્રસંગે 'બેટી બચાવો-બેટી વધાવો' વિષય ઉપર નૃત્ય નાટીકા સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા હતા. આ પ્રસંગે નિવેદિતા ફાઉન્ડેશનના ચેરમેન નીપાબેન પટેલ તથા રિલાયન્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ-મુકુંદ બદિયાણી )(૬.૪)

(10:51 am IST)
  • ''ભાજપા'' નહિ, હવે 'આજપા'' !! :જાણીતા પત્રકાર અમેય તિરોડકરે ટ્વીટ કરી લખ્યું છે કે, જે ઝડપથી ભાજપમાં ''આયાત'' થઈ રહી છે તે જોતા લાગે છે કે નાગપુરથી હવે પક્ષનું બદલવાનો પ્રસ્તાવ આવી જશે - ''આજપા'' રાખીશું, આયાત જનતા પાર્ટી !! access_time 4:56 pm IST

  • નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગતા તોગડીયા : વિહપીના આંતરરાષ્ઠ્રીય પ્રમુખ ડો. પ્રવિણભાઈ તોગડીગયાએ નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગ્યો છે : પત્રમાં લખ્યુ છે કે આશા રાખુ છુ કે આ પત્રનો સરકારી રાહે જવાબ નહિં આવે, એક વિખૂટો પડેલ મિત્ર ફોન ઉઠાવીને વાત કરીને મળવાનો સમય નક્કી કરશે access_time 6:15 pm IST

  • હરિયાણાઃશિક્ષકની હત્યાઃછોકરીને હેરાન કરવાના મામલે વિદ્યાર્થીને ઠપકો આપ્યો હત્યો : સોનીપત (હરિયાણા)ની એક કોલેજમાં વિદ્યાર્થીએ એક શિક્ષક રાજેશ મલિક (ઉ.વ.૪૦)ની ગોળી મારી હત્યા કરી : પોલીસના જણાવ્યા અનુસાર, શિક્ષકે કેટલાક દિવસ અગાઉ એક છોકરીને હેરાન કરવાના મામલે તે વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો : પોલીસે કેસ દાખલ કર્યો અને આરોપી વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરી access_time 4:18 pm IST