Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રભાતફેરી

 જુનાગઢઃ મહાનગરપાલિકા કચેરી દ્વારા ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે મહાનગરપાલિકા દ્વારા કચેરી ખાતેથી પ્રભાતફેરીનું પ્રસ્થાન મેયર આદ્યાશકિતબેન મજમુદાર કરવામાં આવ્યું હતું. કમિશનર  વી.જે.રાજપુત ડી.ડી.ઓ.જી.કે.ઠેસીયા, એમ.ઓ.એચ. ડો. રવીભાઇ ડેડાણીયા, કોર્પોરેટર હિમાંશુભાઇ પંડયા તથા કોર્પોરેટરઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રેલીમાં આશાવર્કર બહેનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, અર્બન હેલ્થનો સ્ટાફ તથા શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા રેલી નીકળી તે તસ્વીર (૬.ર)

(10:47 am IST)