Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ઉનામાં BSNLલેન્ડલાઇનના ગ્રાહકોને ૪ માસથી ટેલીફોન બીલ મળતા નથી

ઉના, તા. ૧૪ : બી.એસ.એન.એલ. લેન્ડ લાઇના બીલો ગ્રાહકોને ૪ માસથી પોસ્ટમાં ન મોકલાતા ગ્રાહકોને પેનલટી દંડ ભરવો પડે છે.

બીલો ગ્રાહકોને મળતા નથી જેથી ગ્રાહકોને તેમની બે માસનું બીલ કેટલુ આવેલ છે. બીલ ભરવાથી છેલ્લી તારીખ કઇ છે ? તે માહીતી મળતી નથી અને છેલ્લી તારીખ વીતી ગયા પછી ગ્રાહકો ફોન બંધ થઇ ગયા બાદ ખબર પડે છે અને ટેલીફોન ઓફીસે પૂછવા ગયા બાદ પેનલટી, દંડ સહિત બીલ ભરવું પડે છે. અગાઉ નિયમિત બીલ મળી જતા હતાં તો દરેક ગ્રાહકને નિયમિત ટેલીફોન બીલ મળે તેવી વ્યવસ્થા કરવા ટેલીફોન ધારકોની માંગણી ઉઠી છે.

(10:33 am IST)