Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

સાયલાના મારામારીના ગુનામાં ૭ વર્ષથી વોન્ટેડ દિલીપ સવુકીયા પકડાયો

રેન્જ આઇજીની સ્પેશીયલ સ્કવોડે દબોચ્યો

રાજકોટ તા.૧૪ : રેન્જમાં અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડીઆઇજીપી શ્રી સંદિપ સાહેબ દ્વારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે અને તે સ્કવોડના પો.સ.ઇ. શ્રી જે.એસ. ડેલા નાઓને નાસતા ફરતા આરોપીઓને પકડી પાવા અંગે સુચના કેરલ જે અન્વયે સ્કવોડના મદારસિંહ મોરી,  ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિંહ પરમારનાઓએ મળેલ ચોકકસ હકીકત આધારે સાયલા પો. સ્ટે. વિસ્તરના સાયલા ગામે બનેલ રાયોટીંગ અને મારામારીના બનાવમાં ગુનો બન્યા બાદથી એટલે કે છેલ્લા સવા વર્ષથી નાસતા ફરતા દિલીપભાઇ મગનભાઇ સવુકીયા (મુળ રહે. સાયલા જી. સુરેન્દ્રનગર હાલ - રતનપર રામેશ્વર ટાઉનશીપ સી-૩૩ તા. વઢવાણ જી.-સુરેન્દ્રનગર)ને સુરેન્દ્રનગર ફાયર સ્ટેશન ગેઇટ પાસેથી અટક કરી સુરેન્દ્રનગર સીટી એડીવી પો. સ્ટે.ને સોંપવામાં આવેલ છે અને સાયલા પો. સ્ટે.ને આરોપી અટક કર્યા અંગેની જાણ કરવા માટે આગળ ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.

(3:44 pm IST)