Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

મોરબીમાં વેલેન્ટાઇન ડે નિમિતે વાત્સલ્ય દિવસની ઉજવણી ગરીબ બાળકો લક્ઝુરિયસ કારમાં ફર્યાં : મોંઘી હોટલોમાં જમ્યાં

પછાત વિસ્તારના દરિદ્ર બાળકોને મોરબીના ઉદ્યોગપતિઓની મોંઘી કારોમાં "જોય ઓફ રાઈડ"

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ પાછલા પાંચેક વર્ષોથી 14 ફેબ્રુઆરીના દિવસને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે ગ્રુપના સભ્યો દ્વારા ગરીબ વર્ગના બાળકો અને શ્રમિક વિસ્તારમાં આવેલી શાળાના બાળકોને કંઈકને કંઈક સરપ્રાઈઝ આપીને વાત્સલ્ય વરસાવવવામાં આવે છે. જેમાં આજે 14 ફેબ્રુઆરી 2020ના દિવસે ગ્રુપના સભ્યો દ્વારા આવા બાળકો માટે એક વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું.

જે કાર્યક્રમ અંતર્ગત પછાત વિસ્તારના દરિદ્ર બાળકોને મોરબીના ઉદ્યોગપતિઓની મોંઘી કારોમાં "જોય ઓફ રાઈડ" ફેરવવામાં આવ્યા હતા. જે બાળક ક્યારેય છકડો કે રીક્ષા સિવાય કોઈ અન્ય વાહનમાં બેસવાની કલ્પના પણ ન કરી શકતો હોય તેઓને દેશ-વિદેશની મોંઘી કારમાં મોરબી શહેરમાં ફેરવવામાં આવ્યા હતા.

બાળકો માટે આ એક રોમાંચકારી અનુભવ બની રહ્યો હતો. એટલું જ નહીં તમામ બાળકોને મોંઘી હોટેલમાં જમાડવામાં આવ્યા હતા

(2:21 pm IST)