Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ચોટીલામાં જાતીય સતામણી કરનાર શાળા સંચાલક બટુક ભટ્ટી ૨ દિવસના રિમાન્ડ ઉપર

વઢવાણ,તા.૧૪: ચોટીલાના કમલ વિદ્યાલયના સંચાલકે નાની ઉંમરની બાળા સાથે જાતિ અડપલા કરતા આ બાળાએ પોતાના સગાવ્હાલાને આ બાબતની જાણ કરતા સગા અને સ્નેહીજનો તાત્કાલિક કમલ વિદ્યાલય પહોંચીને સંચાલક સાથે વાતચીત કરી હતી. ત્યારે બીજી તરફ આ બાળાને કમલ વિદ્યાલયના સંચાલક એ અડપલા કરતા આ બાળા એ પોતાના હાથમાં ધોરી નસ ઉપર બ્લેડ મારી નાખતા આ બાળા ને ગંભીર ઈજા પહોંચી હતી.

વિદ્યાલયમાં અભ્યાસ કરતી બાળાઓએ કમલ વિદ્યાલય ને બસ ઉપર અને કમલ વિદ્યાલયના કમ્પાઉન્ડમાં અને કમલ વિદ્યાલય ઉપર પથ્થરમારો કરીને ખાસ્સું એવું નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે વધુમાં આબાળા ના સ્નેહીજનો દ્વારા આ બાબતની જાણ પોલીસમાં પણ કરવામાં આવી હતી.અને પોલીસે પોસ્કો નો ગુનો દાખલ કરી સંચાલક બટુક ભટ્ટી ધરપકડ કરવા માં આવી હતી..

ત્યારે આ લપટ સંચાલક ની સાળા માં ૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જેમાં બાળાઓ પણ અભ્યાસ કરતી હતી.ત્યારે સંચાલક બટુક ભટ્ટીને પોલીસએ ગઈકાલે કોર્ટમા હાજર કરી અને પોલીસ દવારા કોર્ટમાં રિમાઇન્ડ માગવામાં આવીયા હતા.ત્યારે કોર્ટે પોલીસએ માગેલ રિમાઇન્ડ મજૂર કર્યા હતા.ત્યારે આ રિમાઇન્ડ બે દિવસના મંજુર કરવામા આવ્યા હતા.

હજુ પણ વિદ્યાલય ના સંચાલક બટુક ભટ્ટી પાસે થી ચોંકાવનારા ખુલાસાઓ બાર આવી શકે છે.ત્યારે ગઈ કાલે મોડી સાંજે રિમાઇન્ડ મજૂર કરવા માં આવતા ફરી પોલીસ સ્ટાફ દ્વારા આ આરોપી બટુક ભટ્ટી ની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.ત્યારે આગામી સમયમાં આ લપટ કમલ વિદ્યાલયના સંચાલક પાસેથી અન્ય પણ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવા એધાણ છે..

ત્યારે પોલીસ દવારા બે દિવસના રિમાન્ડનો બરોબર ઉપયોગ કરી અને વધુ આ સંચાલક બટુક ભટ્ટીના અન્ય પ્રકરણો બાર આવે તેવું વર્તાય રહ્યું છે.(

(1:13 pm IST)