Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

સાવરકુંડલા વોર્ડ નં. ૮ નાં વિસ્તારોમાં રૂ. પ લાખના ખર્ચે સી. સી. રોડનું નિર્માણ કરાશે

ખાતમુહૂર્ત વિધી સંપન્નઃ વિકાસ કાર્યો વેગવંતા

સાવરકુંડલા તા. ૧૪ :.. કોંગ્રેસ શાસીત નગરપાલીકાના સત્તાધીશો દ્વારા વિકાસ કાર્યો કરવાનું શરૂ કરવામાં  આવેલ છે જયારે વોર્ડ નં. ૮ ના વિસ્તારમાં રૂ. પ લાખ ના ખર્ચે સી. સી. રોડ બનાવાનું ખાત મુર્હૂત કરવામાં આવેલ છે.

સાવરકુંડલા કોંગ્રેસ શાસીત નગરપાલીકાના સત્તાધીશોએ વોર્ડ નં. ૮ ના વૃંદાવન સોસાયટીમાં રૂ. પ લાખના ખર્ચે સી. સી. રોડ બનાવવાનુ ખાત મુર્હુત કરવામાં આવેલ છે. વોર્ડ નં. ૮ માં આવેલ વૃંદાવન સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ બનાવવાની જરૂર હતી.

ત્યારે પાલિકામાં ઘણા શાસન આવીયા પણ કોઇ સત્તાધીશોએ ધ્યાન ન આપીયુ અને કોંગ્રેસ શાસનમાં પાલિકા પ્રમુખ વિપુલભાઇ ઉનાવાએ કમર કસી સ્થાનીક રહીશોની સમસ્યાઓનો અંત આવતા સ્થાનીક રહીશોમાં આનંદ અને કોંગી સત્તાધીશોની પ્રસંશા ઉનાવા શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરસેવક   કીરીટભાઇ દવે, નગરપાલીકાના પૂર્વ કારોબારી ચેરમેન અને નગર સેવક હસુભાઇ સુચક, બિજલભાઇ બતાડા, અતુલ કાપડીયા, ભાવેશભાઇ બગડા વિગેરે નગરસેવકો અને કોંગ્રેસી  આગેવાનો હાજર રહેલ હતાં.

(1:12 pm IST)