Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

હેપ્પી વેલેન્ટાઇન્સ ડે

વઢવાણમાં પતિએ પત્નીની યાદમાં બનાવ્યું મંદિર, મૂર્તિ લગાવી, નિયમિત પ્રાર્થના -આરતી

ખોડુ ગામે ત્રણ સંતાનોના પિતા ૬૫ વર્ષીય લાલરામભાઇનો સાચો પ્રેમ

વઢવાણ,તા.૧૪: પ્રેમની પરંપરાનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વઢવાણ તાલુકાના ખધેલી ગામ પાસે એક પતિએ મૃત પત્નીની યાદમાં તેની પ્રતિમા સાથેનું પ્રેમમંદિર બનાવ્યું છે. અહીં રોજ પૂજા- અર્ચના કરવામાં આવે છે. ઉજવાનારા 'વેલેન્ટાઇન્સ ડે'ના સંદર્ભમાં આ કિસ્સો પવિત્ર પ્રેમની મિસાલરૂપ બની રહ્યો છે. ખોડુ  ગામમાં દાતણ વેચી પરિવારનું ગુજરાત ચલાવતા દેવીપૂજક લાલારામ ભોજવિયા કમાણી માટે પત્ની લલિતાબહેન સાથે દિલ્હી પહોંચ્યા. અહીંયાં તેમનું નસીબ જોર કરી ગયું અને એન્ટિક વસ્તુના વેપારમાં કાંઠું કાઢ્યું. જાણે કુદરતને આ દંપતીનું સફળ દાંપત્યજીવન પસંદ ના હોય એમ લલિતાબેન (૫૧) બીમારીમાં પટકાયાં અને ટૂંકી માંદગી બાદ તેમનું અવસાન થયું. પત્નીના કાયમી સંભારણા માટે કાંઈક કરવાની લાલારામભાઈને ઇચ્છા થઈ અને દુધરેજના નગરાગામ વચ્ચે ૪ એકર જમીન ખરીદી હતી. જેની પર ૧૫ વર્ષ પૂર્વે રૂ. ૨ કરોડના ખર્ચે વૃદ્ઘાશ્રમ બનાવી તેમાં પત્નીની યાદમાં મંદિર બનાવ્યું અને તેમાં લલિતાબહેનની મૂર્તિ સ્વરૂપ પ્રતિમાની સ્થાપના કરી. આ મૂર્તિની પૂજા-અર્ચના કરીને લાલારામભાઈએ જાણે સાચા અર્થમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી સાર્થક કરી રહ્યા છે.

ખોડુ ગામના લાલારામભાઈનાં લગ્ન મૂળી તાલુકાના પાંડવરા ગામનાં લલિતાબહેન સાથે થયાં હતાં. ૩ દીકરા-દીકરીનો જન્મ થયો હતો, ૫૧ વર્ષની ઉંમરે લલિતાબહેનનું મૃત્યુ થતાં પત્ની સાથે આજીવન ન રહ્યાનું દુઃખ અને વસવસો તેમના મનમાં સતત રહ્યો. તેઓ લલિતાબહેનને કાયમ કહેતા કે કાંઈક એવું કરો કે જેથી મને અને તમને કોઈ યાદ કરે. વઢવાણ-ખોડુ રોડ પર લલિતાબહેન વૃદ્ઘાશ્રમ બનાવ્યું છે. ઙ્ગલાલરામભાઈએ જણાવ્યું કે હાલ વૃદ્ઘાશ્રમમાં અનેક વૃદ્ઘોને રહેવા અને ઙ્ગભોજન સહિતની સુવિધા મળે છે પરંતુ હું ન હોઉં તોપણ આ વૃદ્ઘાશ્રમ નિૅંશુલ્ક અને વધુ લોકોને ઉપયોગી થાય તેવી ઇચ્છા છે. હાલ ૬૫ વર્ષ હોવા છતાં લાલરામભાઈ આ માટે પરિશ્રમ કરી રહ્યા છે.(

(1:11 pm IST)