Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ર૦ર૦-ર૧નું બજેટ સામાન્ય સભામાં મંજુર

જુનાગઢ મહાનગરપાલિકા કચેરી દ્વારા આજરોજ સામાન્ય સભાની બેઠક યોજાય જેમાં મહાનગરપાલિકાનું ર૦ર૦-ર૧ નું બજેટ અધ્યક્ષ ધીરૂભાઇ ગોહેલ, કમિશનર તુષાર સુમેરા, ડે. મેયર હિમાંશુભાઇ પંડયા તથા તમામ કોર્પોરેટરશ્રી દ્વારા બહુમતીથી બજેટ મંજુર કરવામાં આવેલ છે. સને ર૦ર૦-ર૧ નું સામાન્ય બજેટનું કુલ કદ ૩૬૬.૩૬ કરોડ છે. રે. આવકનો અંદાજ ૧૧૩.ર૯ કરોડ અને કેપીટલ આવક રપર.૮૯ કરોડનો અંદાજ છે. રે. ખર્ચ ૧૧ર.૯૪ લાખ અને કેપીટલ ખર્ચ રપર.૮૬ સામેલ છે. વર્ષ તે રૂ. પપ.૪પ લાખ પુરાંત રહેશે. આ અંગે મેયર ધીરૂભાઇ ગોહેલે જણાવ્યું હતું કે, જુનાગઢના વિકાસ માટે શાસકો કટીબધ્ધ છે. શહેરની માળખાગત સુવિધાઓ સાથે મહાનગર દરજ્જાની સુવિધાઓ સત્વરે શહેરીજનોને મળતી થાય તે માટે વિકાસલક્ષી બજેટ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

(1:09 pm IST)