Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

જુનાગઢમાં સ્વ. સંજયસિંહ બારડની પુણ્યતિથીની ઉજવણી

જુનાગઢ : સંજુબાબા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ. સંજયસિંહ બારડનો ર૧મી પુણ્યતિથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં ગાંધી ટાઉન હોલ ખાતે મંગળવારની રાત્રે સ્વ.સંજુબાબા ઉફે સંજયભાઈ બારડની પૃણ્યતિથીની સંગીત સંધ્યા સાથે ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમનાં પ્રથમ તબકકે બારડ પરીવાર, મહાનુભાવોના હસ્તે ભારતીય પરંપરા મુજબ દિપ પ્રાગ્ટય કરવામાં આવ્યું હતું. અને બાદમાં સંજબાબા ન્યુઝ ચેનલ પરીવારનાં સ્ટાફ દ્વારા મહમાનોનુ પૃષ્પગુચ્છથો સ્વાગત કરવામાં આવ્યું હતુ. કાર્યકમ દરમ્યાન રાજકોટની જાણીતી સંવાકીય સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ, કરીયાણ સહીત ચીજવસ્તુની ર૧ કિટનું જરૂરીયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. અનં બાદમાં સ્વ.સંજબાબા ઉર્ફે સંજયસિંહ બારડને શ્રધ્પાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હારમાંની એકેડેમોનાં એમ.એચ.બેલોમ અને અન્ય કલાકારો દ્વારા સંગીતની રમઝટ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિરાલી સોની, શિતલ જોશોએ કર્યું હતું. આ તડકે મેયર ધીરૂભાઈ ગોહેલ, પૂર્વ કેબીનેટ મંત્રી જશાભાઈ બારડનાં પુત્ર દિલીપભાઈ બારડ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રેસીડેન્ટ જયેશભાઈ ઉપાધ્યાય, બાંધકામ શાખાના ચેરમેન મનીષ નંદાણીયા, જિલ્લા કાનુની સેવા સતા મંડળ સેક્રેેટરી પી.એ.હટોદરીયા, મેડીકલ કોલેજનાં ડીન રાઠોડ, લેઉવા પટેલ સમાજનાં પ્રમખ હરસુખભાઈ વઘાસીયા, યાકુબભાઈ મેમણ સહીત અગ્રણી, આગેવાનો, મહાનભાવો સહીત જુનાગઢવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંજુબાબા ન્યૂઝ ચેનલનાં સ્થાપક મહાવતસિંહ બારડ, તંત્રીશ્રી ધમેન્દ્રસિંહ બારડ, સહતંત્રી સિકંદર હાલા, તેમજ બારડ પરીવારનાં અર્જુનસિંહ બારડ, પાર્થ બારડ તેમજ બારડ પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ સંજુબાબા ન્યુઝ ચેનલનાં પત્રકાર રવિન્દ્ર કંસારાનું સન્માન  કરાયું. (અહેવાલ : વિનુ જોષી તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:06 pm IST)
  • 16 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલના શપથ સમારોહમાં ખાસ મહેમાન તરીકે " છોટા મફલરમેન " હાજરી આપશે : કેજરીવાલની જેમ જ સ્વેટર ,મફલર ,ચશ્માં ,મૂછ ,અને ટોપી પહેરી સુવિખ્યાત થયેલ અય્યાન તોમરની હાજરી સહુને મંત્રમુગ્ધ કરશે access_time 7:56 pm IST

  • મુંબઈમાં ટિફિન સેવા આપતા ડબ્બાવાળાઓને હવે મળશે ઘરનું ઘર : મહારાષ્ટ્ર મંત્રી મંડળમાં 5 હજાર જેટલા ડબ્બાવાળાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન આપવાના પ્રસ્તાવને મંજૂરી : દરરોજ 2 લાખ જેટલા ટિફિન પહોંચાડવાની સેવાની કદર access_time 9:00 pm IST

  • ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકી : આશ્વાસન છતાં ૩ દિવસ વિત્યાઃ નિર્ણય નહિ લેવાય તો પદયાત્રા કરીશઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકીઃ સરકાર સામે ભાજપ નેતાએ બાયો ચઢાવીઃ ૪૮ કલાકમાં LRD પરિપત્ર રદ કરો. access_time 1:02 pm IST