Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

હળવદઃ સુરવદર ગામે બની રહેલા બેઠા પુલના કામમાં ભ્રષ્ટાચાર કામ બંધ કરાવાયુઃ એસ્ટીમેન્ટ મુજબ પચાસ ટકા પણ કામ ન થતું હોવાનું જણાવતાં ગ્રામજનો

હળવદ,તા.૧૪: છેવાડાના ગામડાઓમાં આઝાદી પછી પણ હજુ સુધી પાકા રસ્તાઓ કે નાના મોટાઙ્ગ પુલીયાથી મોટાભાગના ગ્રામ જનોઙ્ગ વંચિત હોવાની અનેક ફરીયાદો સાંભળવા મળે છે ત્યારે હળવદના સુરવદર ગામે બેઠાં નાળામા હલકી ગુણવત્ત્।ાની કામગીરી થતી હોવાની તેમજ કોન્ટ્રાકટર દ્વારા એસ્ટીમેટ મુજબની કામગીરીઙ્ગ નહીંઙ્ગ કરાતી હોવાની ગ્રામજનોએ લાગતા વળગતા અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેતાં સુરવદરના ગ્રામજનો એ કામગીરીમાં હસ્તક્ષેપ કરી હલ્લાબોલ કર્યો હતો અને જયાં સુધી એસ્ટીમેટ મુજબની કામગીરી ન થાય ત્યાંઙ્ગ સુધી કામ બંધ રાખવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરવદરની નદીના સામા કાઠે મોટાભાગના ખેડુતોની જમીન આવેલી હોવાથી અવાર નવાર પસાર થવું પડતું હોય છે ત્યારે હલકી ગુણવત્ત્।ાને લઈને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોન્ટ્રાકટ પોતાની મનમાની ચલાવતા અને ગ્રામ જનોને નહીં ગાઠતા આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભ્રષ્ટાચાર બંધ કરોના નારાઓ લગાવી હલ્લાબોલ કર્યો હતો. અને કામ અટકાવ્યુ હતું.

(11:42 am IST)