Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ભુજ મીલીટરી સ્ટેશનની મુલાકાત લેતા સર્ધન કમાન્ડના આર્મી કોમડોર લેફ. જનરલ સી. પી. મોહંતી

સીમા સુરક્ષા દળના જવાનોના સખ્ત પરીશ્રમ અને સમર્પણની પ્રશંસા કરી

પોરબંદર તા. ૧૪ :.. સધર્ન કમાન્ડના આર્મી કોમડોર જનરલ ઓફીસર કમાન્ડીંગ ઇન ચીફ લેફટેનન્ટ જનરલ સી. પી. મોહંતી (એવીએસએમ, એસએમવીપએસએમ) એ ૧૩ ના રોજ રણ અને ક્રીક વિસ્તાાર સહિત ભુજ મીલીટરી સ્ટેશનની મુલાકાત લીધી હતી. સ્થળ ઉપર નિયમીત કામગીરીઓમાં આ સ્ટેશનની તૈયારી અને ફોર્મેશન તેમજ યુનિટની મીલીટરી સજ્જતા અંગે માહિતી મેળવવા ઉપરાંત તેમણે તમામ મીલીટરી કર્મચારીઓના વહીવટી સુખાકારી સંબંધિત બાબતોની સમીક્ષા પણ કરી હતી. તથા આ આર્મી જવાનોના પરીશ્રમની સરાહના કરી હતી.

જનરલ ઓફીસરની સાથે કોણાર્ક કોર્પ્સના જનરલ ઓફીસર કમાન્ડીંગ લેફટેનન્ટ અનિલપુરી એસએમ વીએસએમ અને ગોલ્ડન કટાર ડીવીઝનના જનરલ ઓફીસર કમાન્ડીંગ મેજર જનરલ દીનેશ શ્રીવાસ્તવ પણ જોડાયા હતાં.

લેફટેનન્ટ જનરલ સી. પી. મોહંતીએ સરહદી વિસ્તારોમાં તૈનાત સૈન્યના જવાનો અને સીમા સુરક્ષા દળના જવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો અને રાષ્ટ્રીય સીમાઓની સુરક્ષા માટે તેમના સખ્ત પરિશ્રમ અને સમર્પણની પ્રશંસા કરી હતી.

(11:42 am IST)